દેશમાં વધતા કોરોના કેસ વચ્ચે કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ કરી સમીક્ષા બેઠક, આ રાજ્યમાં માસ્ક પહેરવું કરાયું અનિવાર્ય


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-04-07 14:21:58

દેશમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 6 હજારથી વધુ કેસ નોંધાયા છે. કોરોનાના વધતા કેસને લઈ કેન્દ્ર સરકાર એક્ટિવ થઈ ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાજ્યોના આરોગ્ય મંત્રી સાથે બેઠક કરી હતી. સ્વાસ્થ્ય રાજ્યમંત્રી ડો. ભારતીએ જણાવ્યું કે કોરોનાના વધતા સંક્રમણને જોતા કેન્દ્રએ કોવિડ-19 અને કેંદ્રશાસિત પ્રદેશો માટે નીતિ-નિયમો, નવા ગાઈડલાઈન્સ જાહેર કરી છે. વધતા કોરોના કેસને જોતા પુડુચેરીમાં માસ્ક લગાવવા માટે ફરજિયાત કરવામાં આવ્યું છે.


દૈનિક કેસમાં થઈ રહ્યો છે વધારો 

કોરોના સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યો છે. કોરોના સંક્રમણને કારણે ચિંતામાં વધારો થયો છે. એક્ટિવ કેસમાં પણ વધારો થયો છે. હાલમાં પોઝિટિવિટી દર 3.32 વધી રહ્યો છે. માર્ચના 31 દિવસોમાં કોરોનાના 31902 કેસ નોંધાયા હતા. જ્યારે એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ કેસ 20 હજારને પાર નોંધાઈ ગયા છે. માર્ચમાં રોજના સરેરાશ 1 હજાર નવા કેસ સામે આવી રહ્યા હતા પરંતુ એપ્રિલમાં રોજના સરેરાશ 4 હજાર કેસ નોંધાઈ રહ્યા છે. એક્ટિવ કેસની સંખ્યા 28 હજારને પાર પહોંચી ગઈ છે. દેશમાં કોરોનાને કારણે હજી સુધી 44739054 લોકો સંક્રમિત થઈ ગયા છે.       


રાજ્યની કોવિડ હોસ્પિટલમાં યોજાશે મોકડ્રીલ 

કોરોના સંક્રમણને લઈ ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે. આરોગ્ય મંત્રીએ કહ્યું કે XBB1.6સબ વેરિયન્ટ હાલ રાજ્યમાં જોવા મળી રહ્યો છે. દેશમાં અને રાજ્યમાં કોરોના કેસોમાં વધારો થઈ રહ્યો છે અને હાલ રાજ્યમાં 2141 એક્ટિવ કેસ છે. વધતા કોરોનાને લઈ 10 અને 11મી એપ્રિલે રાજ્યની કોરોના હોસ્પિટલમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવશે. જો ગુજરાતમાં કોરોના કેસની વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 327 નવા કેસ નોંધાયા હતા. અમદાવાદમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા હતા.           



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..