કેન્દ્ર સરકારે મુસ્લિમ લીગ જમ્મુ-કાશ્મીર નામના સંગઠનને ગેરકાયદેસર સંગઠન જાહેર કર્યું છે. આતંકવાદ વિરોધી કાયદા હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે આ માહિતી આપી હતી. આ સંગઠનનું નેતૃત્વ ઓલ ઈન્ડિયા હુર્રિયત કોન્ફરન્સના કટ્ટરપંથી જૂથના ચેરમેન મસરત આલમ કરે છે. આ એ જ જૂથ છે જેનું નેતૃત્વ અગાઉ અલગતાવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાની કરતા હતા.
અમીત શાહે કર્યું ટ્વીટ
ગૃહમંત્રી અમીત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ અંગે એક પોસ્ટ કરી હતી. જેમાં તેમણે કહ્યું કે, 'આ સંગઠન અને તેના સભ્યો જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્ર વિરોધી અને અલગતાવાદી ગતિવિધિઓમાં સામેલ છે. આ સંગઠન આતંકવાદી ગતિવિધિઓને સમર્થન આપે છે. જમ્મુ-કાશ્મીરમાં ઈસ્લામિક શાસન સ્થાપિત કરવા લોકોને ઉશ્કેરે છે.
દેશની એકતા વિરુદ્ધ કામ કરનારાઓને બક્ષવામાં આવશે નહીં
અમિત શાહે કહ્યું કે ભારતની એકતા, સાર્વભૌમત્વ અને અખંડિતતા વિરુદ્ધ કામ કરનાર કોઈ પણને બક્ષવામાં આવશે નહીં. ગૃહમંત્રીના જણાવ્યા અનુસાર, 'વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારનો સંદેશ સ્પષ્ટ છે કે આપણા દેશની એકતા, સાર્વભૌમત્વ અને અખંડિતતા વિરુદ્ધ કામ કરનાર કોઈપણને બક્ષવામાં આવશે નહીં. તેણે કાયદાના સંપૂર્ણ રોષનો સામનો કરવો પડશે.
Ministry of Home Affairs (MHA) declared the ‘Muslim League Jammu Kashmir (Masarat Alam faction)’ MLJK-M as an 'Unlawful Association' under the Unlawful Activities (Prevention) Act with immediate effect for the next five years with Union Home Minister Amit Shah clarifying "anyone… pic.twitter.com/w8C18c1oda
— ANI (@ANI) December 27, 2023
સંગઠનના પાકિસ્તાન સાથે સંબંધો છે..
Ministry of Home Affairs (MHA) declared the ‘Muslim League Jammu Kashmir (Masarat Alam faction)’ MLJK-M as an 'Unlawful Association' under the Unlawful Activities (Prevention) Act with immediate effect for the next five years with Union Home Minister Amit Shah clarifying "anyone… pic.twitter.com/w8C18c1oda
— ANI (@ANI) December 27, 2023ગૃહ મંત્રાલયે આ અંગે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે સંગઠન તેના ભારત વિરોધી અને પાકિસ્તાન તરફી પ્રચાર માટે જાણીતું છે. તેના નેતાઓ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવા માટે પાકિસ્તાન અને તેના પ્રોક્સી સંગઠનો સહિત વિવિધ સ્ત્રોતો પાસેથી ફંડ એકત્રિત કરવામાં સામેલ છે. સંગઠનના સભ્યો અલગતાવાદી પ્રવૃત્તિઓમાં સામેલ રહ્યા છે. તેમને દેશની બંધારણીય સત્તા માટે કોઈ સન્માન નથી. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે સંગઠનના નેતાઓ, ખાસ કરીને તેના પ્રમુખ મસરત આલમ, દેશની એકતા, અખંડિતતા, સુરક્ષા અને સાંપ્રદાયિક સૌહાર્દને નુકસાન પહોંચાડતી ગેરકાનૂની પ્રવૃત્તિઓમાં સામેલ રહ્યા છે.