કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કર્યું વર્ષ 2024 માટેનું બજેટ, જાણો શેમાં શું કરવામાં આવ્યો બદલાવ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-07-23 16:20:08

કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું આજે બજેટ રજૂ કર્યું છે. બજેટ રજૂ કરતી વખતે એવું કહેવામાં આવ્યું કે તેમનું આ બજેટ ગરીબ,ખેડૂત, યુવા અને મહિલાઓ માટે છે. ઉપરાંત સરકાર આ બજેટને નવી ક્રાંતિ લાવનારું પણ ગણાવે છે. હજારો કરોડો રૂપિયા અનેક યોજનાઓ માટે ફાળવવામાં આવ્યા છે. મહિલાઓ, યુવાઓ, ખેડૂતો માટે અનેક જાહેરાત કરવામાં આવી છે. 

Income Tax સ્લેબમાં કરવામાં આવ્યા આ બદલાવ

સૌ કોઈની નજર ઈન્કમ ટેક્સના સ્લેબ પર રહેલી હતી.. ઈન્ક્મ ટેક્સના સ્લેબમાં બદલાવ જાહેર કર્યા છે. નવા ટેક્સ સ્લેબ પ્રમાણે ૩ લાખ સુધીની આવક પર નીલ, આ પછી 3 થી 7 લાખ સુધીની આવક પર 10 ટકા, 10 લાખથી 12 લાખ સુધીની આવક પર 15 ટકા, 12થી 15 લાખ સુધીની આવક પર 20 ટકા, 15 લાખથી વધુની આવક પર 30 ટકા કરના દર હશે. આ તરફ સરકારે, લોન્ગ ટર્મ કેપિટલ ગેન ટેક્સમાં 10 ટકાથી વધારો કરીને 12.5 ટકા કર્યો છે. અને શોર્ટ ટર્મ કેપિટલ ગેન ટેક્સ તો હવે 20 ટકા હશે . અહીં સરકારે એક હાથથી આપવાની તો બીજી બાજુ એક હાથથી લેવાની નીતિ અપનાવી છે. 

યુવાનો માટે શું કરવામાં આવી જાહેરાત?

હવે વાત કરીએ યુવા વર્ગની તો, સરકારે આ બજેટમાં રોજગારી, શિક્ષણ અને સ્કિલ માટે 2 લાખ કરોડ રૂપિયાની પાંચ યોજનાઓ જાહેર કરી છે. જોકે ઇકોનોમિક સર્વે જે ગઈકાલે આવ્યો તેમાં જાહેરાત કરવામાં આવી હતી કે , ભારતની કુલ 65 ટકા વસ્તીએ ૩૫ વર્ષથી ઓછી ઉંમરની છે . જેમાંથી માત્ર ૫૧ ટકા યુવાનો રોજગારી મેળવવા ફિટ છે , એટલે આ સર્વે એક વસ્તુ પર પ્રકાશ પાડે છે કે , દર બે માંથી 1 graduateએ UNFIT છે  નોકરી મેળવવા. એટલે સરકાર પાસે યુવાનોને નોકરી આપવા માટે કોઈ ઠોસ યોજના જ નથી તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી. 

બિહાર અને આંધ્ર પ્રદેશને આપવામાં આવ્યું ફંડ

સરકારે આંધ્રપ્રદેશ અને બિહારને સ્પેશ્યલ કેટેગરી સ્ટેટસ તો નથી આપ્યું પણ પેકેજ આપવામાં આવ્યું છે. જેમ કે બિહારને 26000 કરોડ આપવાની જાહેરાત કરી છે. સરકારે પૂર્વોદય યોજનાનો શુભારંભ કર્યો છે. જેનાથી બિહારમાં Road નેટવર્કનો વિકાસ કરવામાં આવશે. અમ્રિતસર અને કોલકાતા વચ્ચે એક Industrial કોરિડોર બનાવામાં આવશે . હવે વાત કરીએ આંધ્ર પ્રદેશની તો , ત્યાંની રાજધાની અમરાવતીના વિકાસ માટે 15000 હજાર કરોડ આપવાની જાહેરાત કરવામાં આવી છે . અહીં એક બીજો પ્રશ્ન થાય છે આ સિવાય જે બીજા અલ્પવિકસિત રાજ્યો છે તેમની માટે શું?  

આટલી વસ્તુઓ થઈ સસ્તી

સરકારે તો તેમના  ગઠબંધન સાથીઓને સાચવી લીધા . કેન્દ્ર સરકાર પાસે તક હતી કે , મધ્યમ વર્ગને સાચવી લે પણ તેમણે આવું નથી કર્યું. સરકારે બજેટમાં કેટલીક મહત્વની વસ્તુઓ પર કસ્ટમ ડ્યૂટી ઘટાડવાની જાહેરાત કરી છે, જેમ કે મેડિસિન , મોબાઈલ , લિથિયમ જેવા મિનરલ છે , સાથે જ X રે , સોલાર પેનલ, ચામડાની વસ્તુઓ પર. મહત્વનું છે કે મોંઘવારી સતત વધી રહી છે.. ત્યારે આ બજેટ તમને કેવું લાગ્યું તે અમને કમેન્ટ બોક્સમાં જણાવજો. 



બાળપણ... જીવનનો એક એવો phase જે આપણને યાદ રહી જાય છે.. બાળપણનું નામ સાંભળતા જ આપણા ચહેરા પર એક અલગ સ્માઈલ આવી જાય.. જૂની યાદો તાજા થઈ જાય.. બાળપણ આખું યાદ આવી જાય.

ગુજરાતમાં ફરી એકવાર ચૂંટણીનો માહોલ છવાઈ રહ્યો છે.... ત્રણેય પક્ષોએ તૈયારીઓ શરુ કરી દીધી છે... ત્રણ એટલા માટે કે આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવાર ઉતારશે એવી ચર્ચા છે... એટલે આપ અને કોંગ્રેસનું ગઠબંધન તૂટશે એવુ કહી શકાય છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફિટ ઈન્ડિયા, ફિટ મીડિયા કેમ્પેઈનનો શુભારંભ કરાવ્યો હતો.. રેડ ક્રોસ ભવનની બાજુમાં આવેલા ખાદી ગ્રામોદ્યોગ ભવનના પરિસરમાં કરવામાં આવ્યો હતો..

આજે ચૂંટણી પંચ દ્વારા વાવ વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણીની જાહેરાત કરી છે.. 13 નવેમ્બરે વાવ બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે જેનું પરિણામ 23 નવેમ્બરે આવવાનું છે..