Parliamentમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ કરી રહ્યા છે શ્વેત પત્ર રજૂ, પરિવારવાદ પર નાણામંત્રીએ કહ્યું કે..


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-09 13:32:11

સંસદમાં આજે કેન્દ્રીય નાણામંત્રી શ્વેત પત્ર રજૂ કરી રહ્યા છે. શ્વેત પત્રને રજૂ કરતી વખતે નિર્મલા સીતારમણે કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. પોતાના સંબોધનમાં નાણામંત્રીએ કોંગ્રેસના સમયનો ઉલ્લેખ કર્યો હતો. ગઈકાલથી આને લઈ ચર્ચા કરવામાં આવી રહી છે. લોકસભામાં શ્વેત પત્ર પર ચર્ચા કરતા નાણામંત્રીએ કહ્યું કે એક સરકારના 10 વર્ષ અમુક કટોકટી સાથે અને 10 વર્ષ અલગ સરકારના વિવિધ કટોકટી સાથે. આ 'વ્હાઈટ પેપર'માં દર્શાવેલ સરખામણી સ્પષ્ટપણે જણાવે છે કે જો સરકાર સાચી ઈમાનદારી, પારદર્શિતા અને રાષ્ટ્રને પ્રથમ સ્થાને રાખીને તેને કેવી રીતે હેન્ડલ કરે છે, તો તેના પરિણામો દરેકને જોવા માટે છે.

"જ્યારે તમે રાષ્ટ્રને પ્રથમ સ્થાન ન આપો ત્યારે..."

કોંગ્રેસ પર તો તેમણે પ્રહાર કર્યા પરંતુ પરિવારવાદને લઈને તેમણે કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. પ્રહાર કરતા તેમણે કહ્યું જ્યારે તમે રાષ્ટ્રને પ્રથમ સ્થાન ન આપો, જ્યારે તમે તમારા કુટુંબને પ્રથમ સ્થાન આપો, અને જ્યારે તમારી પાસે પારદર્શિતા સિવાય અન્ય વિચારણા હોય, ત્યારે પરિણામો તમારા માટે બહાર છે. તેથી 2008 પછી શું થયું જ્યારે વૈશ્વિક નાણાકીય કટોકટી હતી અને કોવિડ પછી શું થયું તે સ્પષ્ટપણે દર્શાવે છે કે જો સરકારનો ઉદ્દેશ નિષ્ઠાવાન હશે તો પરિણામો સારા આવશે...  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?