દેશના તમામ IITમાં 4502, IIMમાં 493 જ્યારે સેન્ટ્રરલ યુનિ.માં 6180 ફેકલ્ટીની જગ્યા ખાલી


  • Published By :
  • Published Date : 2022-12-13 15:56:49

દેશની પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થાઓ IIT અને IIM પણ ફેકલ્ટીની અછતનો સામનો કરી રહી છે. લોકસભામાં એક પ્રશ્નનો જવાબ આપતા કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ અંગે માહિતી આપતા જણાવ્યું કે દેશમાં ટેકનિકલ એજ્યુકેશન માટે સ્થાપિત તમામ ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી એટલે કે IITમાં  4502 જગ્યાઓ ખાલી છે. તે જ પ્રકારે દેશમાં મેનેજમેન્ટના અભ્યાસ માટે બનેલા ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ એટલે કે IIMમાં પણ 493 જેટલા શિક્ષકોની જગ્યા ખાલી છે. દેશની તમામ સેન્ટ્રલ યુનિવર્સિટીમાં 33 ટકાથી વધુ શિક્ષકોની જગ્યા ખાલી છે. 


કેન્દ્રીય વિશ્વ વિદ્યાલયોમાં  6180 જગ્યા ખાલી


સંસદ સભ્ય રવિકુમારે પૂછેલા એક સવાલનો જવાબ આપતા કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન જણાવ્યું કે શિક્ષણ મંત્રાલયના નેજા હેઠળ આવતી 45 કેન્દ્રીય વિશ્વ વિદ્યાલયોમાં નિયમિત રીતે જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે. જો કે તેમ છતાં 1 ડિસેમ્બરથી અત્યાર સુધી  6180 જગ્યાઓ ખાલી છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?