સંસદના વિશેષ સત્ર દરમિયાન આજે કેન્દ્રિય કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. સૂત્રોનું માનીએ તો આ બેઠકમાં મહિલા અનામત બિલને મંજૂરી આપવામાં આવી છે. આ બિલને લઈને અનેક પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી હતી. પરંતુ તમામ અટકળોને બાજુ પર રાખીને કેન્દ્રીય કેબિનેટે આખરે આ બિલને મંજૂરી આપી દીધી છે. આ મંજૂરી બાદ મહિલા અનામત બિલ લોકસભામાં રજૂ કરવામાં આવશે.
"महिला आरक्षण की माँग पूरा करने का नैतिक साहस मोदी सरकार में ही था ।जो कैबिनेट की मंज़ूरी से साबित हो गया ।अभिनंदन @narendramodi जी और मोदी सरकार का अभिनंदन @PMOIndia @BJP4India @BJP4MP," posts Union MoS @prahladspatel.#WomenReservationBill pic.twitter.com/4ByBEWIp78
— Press Trust of India (@PTI_News) September 18, 2023
શું છે આ બિલમાં?
"महिला आरक्षण की माँग पूरा करने का नैतिक साहस मोदी सरकार में ही था ।जो कैबिनेट की मंज़ूरी से साबित हो गया ।अभिनंदन @narendramodi जी और मोदी सरकार का अभिनंदन @PMOIndia @BJP4India @BJP4MP," posts Union MoS @prahladspatel.#WomenReservationBill pic.twitter.com/4ByBEWIp78
— Press Trust of India (@PTI_News) September 18, 2023મહિલા આરક્ષણ બિલ લોકસભા અને રાજ્યની વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા અથવા એક તૃતીયાંશ બેઠકો અનામત રાખવાની દરખાસ્ત કરે છે. આ બિલમાં 33 ટકા ક્વોટાની અંદર SC, ST અને એંગ્લો-ઈન્ડિયન માટે પેટા-આરક્ષણનો પણ પ્રસ્તાવ છે. બિલમાં દરખાસ્ત કરવામાં આવી છે કે દરેક સામાન્ય ચૂંટણી પછી અનામત બેઠકો રોટેટ કરવામાં આવવી જોઈએ. રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાં વિવિધ મતવિસ્તારોમાં રોટેશન દ્વારા અનામત બેઠકો ફાળવવામાં આવી શકે છે. આ સુધારો અધિનિયમ લાગુ થયાના 15 વર્ષ પછી મહિલાઓ માટે અનામત અનામત સમાપ્ત થઈ જશે.
27 વર્ષથી પેન્ડિંગ છે આરક્ષણ બિલ
મહિલા આરક્ષણ બિલ લગભગ 27 વર્ષથી પેન્ડિંગ છે, હવે આ બિલ સંસદના ટેબલ પર આવશે. આંકડાઓ અનુસાર, લોકસભામાં મહિલા સાંસદોની સંખ્યા 15 ટકાથી ઓછી છે, જ્યારે રાજ્યની વિધાનસભામાં તેમનું પ્રતિનિધિત્વ 10 ટકાથી ઓછું છે. છેલ્લી વખત આ મુદ્દા પર કાર્યવાહી 2010 માં કરવામાં આવી હતી, જ્યારે રાજ્યસભાએ હોબાળા વચ્ચે બિલ પસાર કર્યું હતું અને માર્શલ્સે મહિલાઓ માટે 33 ટકા અનામતનો વિરોધ કરતા કેટલાક સાંસદોને બહાર કાઢ્યા હતા. જો કે, આ બિલ રદ્દ કરવામાં આવ્યું કારણ કે તે લોકસભામાં પસાર થઈ શક્યું ન હતું.