કેન્દ્ર સરકારે ખેડુતોને દિળાળીની ગીફ્ટ આપતા આજે 6 રવી પાકના ટેકાના ભાવ વધારવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય સુચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કેબિનેટ મિટિંગ બાદ યોજાયેલી પત્રકાર પરિષદમાં સરકારના નિર્ણયની જાહેરાત કરી છે.
Union cabinet approves Minimum Support Prices (MSPs) for all Rabi Crops for marketing season 2023-24; absolute highest increase in MSP approved for lentil (Masur) at Rs 500 per quintal: Union Minister Anurag Thakur pic.twitter.com/U8ssXbDxFS
— ANI (@ANI) October 18, 2022
કેન્દ્ર સરકારે કયા પાકનો ટેકાનો ભાવ કેટલો વધાર્યો?
Union cabinet approves Minimum Support Prices (MSPs) for all Rabi Crops for marketing season 2023-24; absolute highest increase in MSP approved for lentil (Masur) at Rs 500 per quintal: Union Minister Anurag Thakur pic.twitter.com/U8ssXbDxFS
— ANI (@ANI) October 18, 2022કેન્દ્ર સરકારે ઘઉં, જવ, ચણા, મસૂર, સૂર્યમુખી અને સરસવના ટેકાના ભાવ વધાર્યા છે. ઘઉંના ટેકાના ભાવ 110 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ જેટલા વધારવામાં આવ્યા છે. જેથી હવે ઘઉંનો ટેકાનો ભાવ 110 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધીને હવે રવી સિઝન 2023-24 માટે 2125 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગઈ છે. ઘઉં ઉપરાંત કેન્દ્ર સરકારે ચણાના ટેકાના ભાવમાં રૂ. 105નો વધારો કર્યો છે, જ્યારે મસૂરમાં રૂ. 500, સરસવના રૂ. 400 અને સૂર્યમુખીના ભાવમાં રૂ. 209 પ્રતિ ક્વિન્ટલનો વધારો કર્યો છે.
PM મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં MSP અંગે કરાયો નિર્ણય
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ કમિટી (CCEA)ની બેઠકમાં ટેકાના ભાવ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વર્તમાનમાં કેન્દ્ર સરકાર ખરીફ અને રવી બંને મોસમમાં વાવેતર કરાતા 23 પાક માટે ટેકાના ભાવ નક્કી કરે છે.