દેશમાં બેરોજગારીનો દર ત્રણ મહિનાના સર્વોચ્ચ સ્તરે, હરિયાણા અને રાજસ્થાનમાં સૌથી વધુ બેકારો


  • Published By :
  • Published Date : 2023-04-04 18:27:15

કેન્દ્ર સરકારની પાંચ ટ્રિલિયનની ઈકોનોમીની વાતો વચ્ચે દેશમાં બેરોજગારીનું ચિત્ર ભયાવહ બન્યું છે. દેશમાં બેરોજગારી સતત વધી રહી છે, મુંબઈ સ્થિત સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી (CMIE)ના તાજેતરમાં જાહેર થયેલા રિપોર્ટમાં આ ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. CMIEના તાજેતરનું વિશ્લેષણ દર્શાવે છે કે દેશમાં બેરોજગારી દર ફેબ્રુઆરીમાં 7.5 ટકાથી વધીને માર્ચમાં 7.8 ટકા થઈ ગયો છે. આ બેકારી દર ત્રણ મહિનાના સમયગાળામાં સર્વોચ્ચ સ્તરે છે. 


બેરોજગારીનું ભયાવહ ચિત્ર


CMIEના રિપોર્ટ મુજબ શહેરી વિસ્તારોમાં બેરોજગારી દર 8.4 ટકા જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં તે 7.5 ટકાએ પહોંચ્યો છે. CMIEના ડાયરેક્ટર મહેશ વ્યાસના જણાવ્યા પ્રમાણે માર્ચ 2023માં ભારતનું લેબર માર્કેટ ખુબ જ ખરાબ સ્થિતિમાં આવી ગયું હતું. બેરોજગારીનો દર ફેબ્રુઆરીમાં 7.5 ટકાથી વધીને માર્ચમાં 7.8 ટકા થઈ ગયો. આની અસર લેબર ફોર્સ સહભાગીદારી દર પર પણ પડી હતી, લેબર ફોર્સ  પાર્ટીશિપેશન 39.9 ટકાથી ઘટીને 39.8 ટકા રહી ગઈ હતી. આ કારણે રોજગાર દર ફેબ્રુઆરીમાં 36.9 ટકાથી ઘટીને માર્ચમાં 36.7 ટકા થઈ ગયો છે. રોજગારી  40.9 કરોડથી ઘટીને 40.760 કરોડ થઈ ગઈ છે.


હરિયાણામાં સૌથી વધુ બેકારી


દેશના વિવિધ રાજ્યોમાં બેરોજગારી દર પર એક નજર કરીએ તો હરિયાણામાં સૌથી વધુ (26.8 ટકા), ત્યાર બાદ રાજસ્થાન (26.4 ટકા)  જમ્મુ કશ્મિર (23.1 ટકા), સિક્કિમ  (20.7 ટકા), બિહાર (17.6 ટકા) , અને ઝારખંડ (17.5 ટકા) છે. જ્યારે બેરોજગારીનો સૌથી નીચો દર ઉત્તરાખંડ અને છત્તીસગઢમાં જોવા મળ્યો, ત્યાર બાદ પોંડિચેરી, ગુજરાત,કર્ણાટક, મેઘાલય અને ઓડિશાનો નંબર આવે છે. 


નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી


દેશમાં વધી રહેલી બેરોજગારીને લઈ અર્થતંત્રના નિષ્ણાતો ચિંતિંત છે. પ્રાઈવેટ સેક્ટર સાવધાનીથી આગળ વધી રહ્યું છે જેના કારણે રોજગારમાં ઘટાડો નોંધાયો છે. વૈશ્વિકસ્તરે મંદીની અસર ભારત પર પણ જોવા મળશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?