એપ્રિલમાં બેરોજગારીનો દર વધીને 8.11 ટકા પર પહોંચ્યો, શહેરોમાં સૌથી વધુ બેકારો: CMIE


  • Published By :
  • Published Date : 2023-05-02 21:30:54

દેશમાં એપ્રિલ મહિનામાં બેરોજગારીનો દર 8.11 ટકા પર પહોંચી ગયો છે. આ ચાર મહિનામાં તેનું સર્વોચ્ચ સ્તર છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી (CMIE) અનુસાર, આ સમયગાળા દરમિયાન શહેરી વિસ્તારોમાં બેરોજગારી 8.51 ટકાથી વધીને 9.81 ટકા થઈ છે, જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં તેમાં ઘટાડો થયો છે. એપ્રિલમાં ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારીનો દર 7.47 ટકાથી ઘટીને 7.34 ટકા થયો હતો. અગાઉ માર્ચમાં સમગ્ર દેશમાં બેરોજગારીનો દર 7.8 ટકા હતો. શ્રમ સહભાગિતા દર (labor participation rate)માં વધારો થવાને કારણે દેશમાં બેરોજગારીનો દર વધ્યો છે. એપ્રિલમાં તે 41.98 ટકા હતો, જે ત્રણ વર્ષમાં તેનું સર્વોચ્ચ સ્તર છે.Image


એપ્રિલમાં લેબર ફોર્સ વધીને 46.76 કરોડ પર પહોંચી


CMIEના વડા મહેશ વ્યાસે જણાવ્યું હતું કે શ્રમ સહભાગિતા દરમાં વધારો થવાને કારણે દેશમાં બેરોજગારીનો દર વધ્યો છે. એપ્રિલમાં દેશનું શ્રમબળ (labor force) 2.55 કરોડ વધીને 46.76 કરોડ પર પહોંચી ગયું છે. તેમાંથી લગભગ 87 ટકા લોકોને રોજગાર મેળવવામાં સફળતા મળી છે. તેનું કારણ એ છે કે એપ્રિલમાં 2.21 કરોડ વધારાની નોકરીઓનું સર્જન થયું હતું. એપ્રિલમાં રોજગાર દર વધીને 38.57 ટકા થયો છે, જે માર્ચ 2020 પછીનું તેનું સર્વોચ્ચ સ્તર છે. વ્યાસે જણાવ્યું હતું કે એપ્રિલમાં શ્રમ સહભાગિતા દર અને રોજગાર દરમાં વધારો એ સાબિત કરે છે કે લોકોની રોજગાર મેળવવાની ઈચ્છા વધી છે.


ચાર મહિનાનું ટોચનું સ્તર


એપ્રિલમાં શહેરી વિસ્તારોની સરખામણીએ ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીની તકો વધી છે. ગ્રામીણ વિસ્તારોમાં 94.6 ટકા શ્રમિકોને રોજગારી મળી છે જ્યારે શહેરી વિસ્તારોમાં માત્ર 54.8 ટકાને જ નવી નોકરીઓ મળી છે. CMIEના ડેટા અનુસાર, ગ્રામીણ વિસ્તારોમાં મનરેગા હેઠળ રોજગારની માંગ ઘટી રહી છે.



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..