દેશમાં બેકારી બેકાબુ, બેરોજગારી દર વધીને 16 મહિનામાં સર્વોચ્ચ 8.30% સ્તરે પહોંચ્યો


  • Published By :
  • Published Date : 2023-01-01 15:25:44

ભારતમાં બેરોજગારીની સમસ્યા વિકરાળ બની છે, ડિસેમ્બર મહિનામાં બેકારી દર વધીને 8.30 ટકા પર પહોંચી ગયો છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી (CMIE) દ્વારા રવિવારે આ ડેટા જાહેર કરવામાં આવ્યો છે જે બતાવે છે કે દેશમાં બેરોજગારી દર 16 મહિનામાં સૌથી વધુ છે. આ પહેલા દેશમાં બેરોજગારી દર 8 ટકા હતો. ડેટા બતાવે છે કે શહેરોમાં બેરોજગારી દર ડિસેમ્બર મહિનામાં વધીને 10.09 ટકા પર પહોંચી ગયો છે. જે ગયા મહિને 8.96 ટકા પર રહી હતી. તે જ પ્રમાણે ગ્રામીણ વિસ્તારોમાં બેકારી દર 7.55 ટકા ઘટીને 7.44 ટકા થઈ ગઈ છે.   


વધતી મોંઘવારી અને બેકારી 


દેશમાં વધી રહેલી મોંઘવારીની સાથે-સાથે બેરોજગારીની સમસ્યાએ પરિસ્થિતી બેકાબુ બનાવી છે. યુવાનો માટે નવી નોકરીઓનું સર્જન કરવું તે મોદી સરકારમાં મોટો પડકાર બન્યો છે. આ મુદ્દો 2024માં યોજાનારી લોકસભા ચૂંટણીમાં પણ છવાયેલો રહે તેની શક્યતા છે. CMIE અનુસાર, ડિસેમ્બરમાં હરિયાણામાં બેરોજગારીનો દર વધીને 37.4 ટકા થયો હતો, ત્યારબાદ રાજસ્થાનમાં 28.5 ટકા અને દિલ્હીમાં 20.8 ટકા હતો. સૌથી મહત્ત્વની વાત એ છે કે, CMIE અનુસાર, ડિસેમ્બરમાં રોજગાર દર વધીને 37.1 ટકા થયો છે, જે જાન્યુઆરી 2022 પછી સૌથી વધુ છે.


નિષ્ણાતો શું કહે છે?


દેશમાં બેકારીની સમસ્યા મુદ્દે નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ભારતે દેશમાં બેરોજગારી સામે લડવા માટે સૌથી વધુ ભાર જીડીપી ગ્રોથ પર આપવો જોઈએ. તે ઉપરાંત યુવાનોનો કૌશલ્ય વિકાસ, અને નિકાસલક્ષી ઉત્પાદન સહિતના મુદ્દા પર ધ્યાન આપવાની જરૂર છે.  



અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.