વધતી મોંઘવારી અને બેરોજગારી ભારતના લોકોની મોટી ચિંતા: સર્વે


  • Published By :
  • Published Date : 2023-07-31 17:46:16

ભારતના લોકો માટે સૌથી મોટો ચિંતાનો વિષય કયો છે? આ સવાલના અનેક જવાબ મળી શકે. વિશ્વના અગ્રણી માર્કેટ રિસર્ચર ઈપ્સોસ (Ipsos) દ્વારા કરવામાં આવેલા સર્વે ચોંકાવનારા તથ્યો બહાર આવ્યા છે. ઈપ્સોસ દ્વારા જાહેર કરાયેલો રિપોર્ટ વ્હોટ વરીઝ ધ વર્લ્ડ નામના વૈશ્વિક મેગેઝીનમાં પ્રગટ થયો છે. આ સર્વે મુજબ ભારતના લોકો માટે મોંઘવારી અને બેકારી ટોચની સમસ્યાઓ છે. 40 ટકા લોકોએ બેરોજગારી જ્યારે 45 ટકા લોકોએ મોંઘવારી મુખ્ય ચિંતા ગણાવી હતી. આ પછી નાણાકીય અને રાજકીય ભ્રષ્ટાચાર 27 ટકા, અપરાધ અને હિંસા 24 ટકા અને અંતે ગરીબી અને સામાજિક અસમાનતા 22 ટકા હતી.

 

સર્વેમાં બીજું શું બહાર આવ્યું?


સર્વેના તારણો પર પ્રકાશ પાડતા, ઈપ્સોસે જણાવ્યું હતું કે જુલાઈ 2023માં મોંઘવારી અને બેરોજગારીમાં થોડી રાહત જોવા મળી હતી જે "સારો સંકેત" છે.  સુધારાઓ હોવા છતાં, મુદ્દાઓનો વ્યાપ યથાવત છે, જે તંગદીલીપૂર્ણ વૈશ્વિક વાતાવરણ, વૈશ્વિક આર્થિક મંદી અને યુક્રેનમાં યુદ્ધ, પૂર અને અતિશય વરસાદને કારણે સમસ્યા યથાવત છે. જો કે, કેટલાક રાજ્યોમાં ખેત પેદાશોનું વિપુલ ઉત્પાદન પાક સાથે આગામી ત્રિમાસિકમાં સ્થિતિ વધુ સ્થિર થવાની ધારણા છે.



અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.