રાજસ્થાનથી આવેલા બેરોજગારો આખી રાત મેદાનમાં જ સૂઈ ગયા , ગેહલોતને મળવા કરી જીદ !!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-09 15:28:42

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે અને ત્યારે રાજનીતિ ગરમાઈ રહી છે. જ્યારે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને ગુજરાત કોંગ્રેસના ઓબ્ઝર્વર બનાવ્યા છે અને કાલે રાજસ્થાનથી આવેલા બેરોજગારએ ગેહલોત સામે વિરોધ પ્રદર્શન કરવા અમદાવાદમાં ધામ નાખ્યા છે અને કાલે આખી રાત મેદાનમાં સૂઈ રહ્યા ! 7 દિવસ પૂર્ણ થયા છતાં રાજસ્થાન સરકાર વાતચીત ના કરતી હોવાથી યુવકોએ સડક પર સંઘર્ષ શરૂ કર્યો છે. તેમજ અશોક ગેહલોત મળશે તે બાદ વાતચીત કરવાનો નિશ્ચય કર્યો છે.

 

રાજસ્થાનમાં રોજગારી નથી ને ગુજરાતમાં વાયદા કરે છે

રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે છતાં ત્યાંના બેરોજગાર અહી ગુજરાત આવ્યા છે વિરોધ કરવા અને અહી ગુજરાતમાં કોંગ્રેસ યુવાનોને રોજગારીના વચનો આપે છે. અને રાજસ્થાનના બેરોજગર સંઘ ગુજરાતમાં વિરોધ કરી રહ્યા છે.

 


અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય બહાર ગેહલોત સામે સૂત્રોચ્ચાર કર્યા.

અમદાવાદના પાલડી ખાતે આવેલી બેરોજગાર યુવાનો અશોક ગેહલોત સામે વિરોધ અને  સૂત્રોચ્ચાર કર્યા. અશોક ગેહલોત વિરુદ્ધ નારા લગાવ્યા હતા. જેથી પોલીસે તમામની અટકાયત કરી હતી.



એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.