Mapના આધારે સમજો Gujaratના હવામાનને, 29 સપ્ટેમ્બર સુધી કયા જિલ્લાઓમાં થશે મેઘમહેર, જાણો વરસાદને લઈ હવામાન વિભાગે શું કરી છે આગાહી?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-25 09:46:02

થોડા સમય બાદ ગુજરાતમાંથી ચોમાસુ વિરામ લેવાની શરૂઆત કરી દેશે. રાજ્યમાં સરેરાશ 100 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. અનેક જગ્યાઓ પર મેઘ મહેર મેઘ કહેરમાં પરિવર્તિત થઈ ગઈ છે. ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. પહેલા વરસાદ ન પડવાને ચિંતામાં હતા ખેડૂતો ત્યારે આગોતરા વરસાદે તેમની ચિંતા વધારી છે. વરસાદ વિદાય લેતા પહેલા અનેક જિલ્લાઓમાં વધુ એક રાઉન્ડ બેટિંગ કરી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. 

 આજે 25મી સપ્ટેમ્બરના રોજ કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને મોરબીમાં વરસાદની કોઇ આગાહી કરવામાં આવી નથી. આ ઉપરાંતના તમામ જિલ્લાઓના કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ જગ્યાઓ વરસી શકે છે વરસાદ 

વરસાદને લઈ હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ગુજરાતનું હવામાન કેવું રહેશે તેને લઈ આગાહી કરી છે. ગુજરાતના અનેક ભાગો એવા છે જ્યાં વરસાદની સંભાવના નહીંવત છે પરંતુ અનેક જિલ્લાઓમાં છુટોછવાયો વરસાદ વરસી શકે છે. 25 સપ્ટેમ્બર માટે આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જે મુજબ આજે તમામ જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, મોરબી સહિતના વિસ્તારોમાં વરસાદ નથી વરસવાનો. તે સિવાય હળવાથી મધ્યમ વરસાદ અને કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. 

 મંગળવારે 26મી સપ્ટેમ્બરના રોજ કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ,જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદની શક્યતા અંગે આગાહી કરવામાં આવી નથી. આ સાથે સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંતનાં જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

27 તારીખે આ જગ્યાઓ પર થઈ શકે છે હળવો વરસાદ

26 સપ્ટેમ્બર માટે પણ હવામાન વિભાગે આગાહી કરી છે. મંગળવારે  કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ,જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તે સિવાય સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંતનાં જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 27 સપ્ટેમ્બર માટે કરાયેલી આગાહી મુજબ સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગરમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મહત્વનું છે આ દિવસ દરમિયાન કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદની શક્યતા નહીંવત છે તેવી આગાહી કરવામાં આવી છે.  

 બુધવારે 27મી તારીખે, રોજ કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદની કોઇ આગાહી કરવામાં આવી નથી. આ ઉપરાંત સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંતનાં જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતના અનેક જિલ્લાઓમાં સર્જાઈ હતી પૂર જેવી પરિસ્થિતિ 

28 તારીખે પણ માત્ર અમુક વિસ્તારો વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. કચ્છ, મોરબી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર સહિતના વિસ્તારોમાં વરસાદ નહીં વરશે તેવી આગાહી કરવામાં આવી છે. આ દિવસે ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે છેલ્લા થોડા દિવસોમાં પડેલા વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જનજીવન પર સૌથી વધારે અસર પડી છે.  


 ગુરૂવારે કચ્છ, મોરબી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડાનું વાતાવરણ આજે ડ્રાય રહેવાની આગાહી છે. આ ઉપરાંતનાં કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે તો કેટલાક સ્થળોએ હળવો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

 શુક્રવારે 29મી તારીખના રોજ કચ્છ, મોરબી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડામાં વરસાદની શક્યતા નથી. આ ઉપરાંતનાં કેટલાક સ્થળોએ હળવો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.



અનેક લોકો હોય છે જે જીવનને મસ્તી સાથે નથી જીવતા પરંતુ તે જીવે છે કેમ છે તેનો બોઝો લઈને જીવતા હોય છે.. જે કામમાં આનંદ આવતો હોય તેને ટાળીને જે કામ પસંદ નથી તે કામ કરવું પડતું હોય છે.

સામાન્ય રીતે જ્યારે આપણને કોઈ પૂછે કે ગુજરાતના જિલ્લા કેટલા તો આપણે 33 કહી દઈએ છીએ.. પરંતુ આવનાર દિવસોમાં આ સંખ્યા વધી પણ શકે છે.. એવી માહિતી સામે આવી છે કે નવા ત્રણથી ચાર જિલ્લાઓની રચના આવનાર સમયમાં કરવામાં આવી શકે છે.. આ અંગેની વિચારણા ચાલી રહી છે.

દીકરીને આપણે વ્હાલનો દરિયો કહીએ.. દીકરીને આપણે સાક્ષાત દેવીનું રૂપ માનીએ છીએ.. અનેક ઘરોમાં દીકરીઓનું પૂજન થાય છે પરંતુ અનેક ઘરો એવા હોય છે જ્યાં દીકરીઓને તિરસ્કારથી જોવામાં આવે છે.. દીકરી નથી ગમતી હોતી

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે.. અસહ્ય ગરમી અને ઉકળાટને કારણે લોકો પરેશાન થઈ ગયા છે. થોડા દિવસો માટે વરસાદે વિરામ લીધો હતો પરંતુ ફરીથી વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળવાની છે.