આજથી શરૂ થશે Congressની ન્યાય યાત્રા યાત્રા માટે આ જ જગયાઓ કેમ પસંદ કરાઈ તેની પાછળનું સમજો ગણિત, Morbi, Rajkot, Surendranagar..


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-08-09 12:07:06

આજથી કોંગ્રેસની ન્યાય યાત્રા શરૂ થશે... દુર્ઘટનાના પીડિતોને ન્યાય મળે તે માટે કોંગ્રેસ દ્વારા આ ન્યાય યાત્રા કાઢવામાં આવી છે. વાત આજે ન્યાય યાત્રાના રૂટની નહીં પરંતુ ન્યાય યાત્રાના એક પોલિટિકલ એંગલની કરવી છે. આમ તો પીડિતોની વાત આવે અને દુર્ઘટનાઓની વાત આવે ત્યારે વિપક્ષ એવું કહે કે આમાં રાજનીતિ ન થવી જોઈએ પણ અંતે તો કોંગ્રેસ હોય કે ભાજપ તિરંગા યાત્રા હોય કે ન્યાય યાત્રા રાજનીતિ આપોઆપ એમાં જોડાઈ જાય છે. 

સંસદમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે.. 

રાહુલ ગાંધીએ સંસદમાં નિવેદન આપ્યું હતું જેમાં તેમણે ગુજરાતને જીતવાની વાત કરી હતી. સંસદમાં જ્યારે રાહુલ ગાંધીએ આ સ્ટેટમેન્ટ આપ્યું ત્યારથી બધા જ વિચારી રહ્યા છે કે શું કોંગ્રેસ માટે આગામી ચૂંટણીમાં ભાજપને હરાવું સહેલું હશે? સહેલું હશે કે અઘરું હશે એ તો ચૂંટણીના સમયે ખબર પડશે પણ ગેનીબેન ઠાકોરની જીત હોય કે પછી રાહુલ ગાંધીએ સંસદમાં બોલેલું આ વાક્ય હોય ગુજરાત કોંગ્રેસમાં આ બધી વસ્તુઓ એક નવા પ્રાણ ફૂંકી રહી છે. ગુજરાત કોંગ્રેસ જે પ્રમાણે વિપક્ષની ભૂમિકા અત્યારે ભજવી રહ્યું છે એ ધીરે ધીરે જેવું ચૂંટણી સમય કહેવાતું હતું કે શું વિપક્ષ કાચું પડે છે એ છબી બદલી રહ્યું છે..


ગુજરાતમાં બનેલી દુર્ઘટનાઓને લઈ કોંગ્રેસ કાઢી રહી છે યાત્રા!

સ્વાભાવિક રીતના ન્યાય યાત્રા પણ એનું જ રૂપ છે લોકસભાની ચૂંટણી પછી ગુજરાતમાં કોંગ્રેસ કંઈક અલગ રીતના ઉભરીને સામે આવી એ પછી ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના પર બોલવાનું હોય કે પછી ગુજરાતની બીજી કોઈ વાત વિપક્ષ તરીકે કોંગ્રેસ સવાલ કરતી થઈ. આજથી કોંગ્રેસ ગુજરાતમાં ન્યાય યાત્રાની શરૂઆત કરી રહી છે જે મોરબી થી શરૂ થવાની છે મોરબી દુર્ઘટનાથી લઈને વડોદરા રાજકોટ અને સુરતમાં બનેલી દુર્ઘટનાઓના પીડિતોના ભલે જુદા જુદા હોય પરંતુ દુ:ખ એક જેવું હોય છે. તે લોકો પીડાને સારી રીતે સમજી શકે છે. 




રણનીતિ પ્રમાણે યાત્રાનો રૂટ પસંદ કરવામાં આવ્યો!

ઘડામાં એ જ્યાં જ્યાં જશે ત્યાંના લોકોની કોઈ સમસ્યા હશે કે કોઈ સવાલો હશે તો એ ઘડામાં નાખી શકે છે અને પછી અંતે જ્યારે ગાંધીનગરમાં યાત્રા પૂરી થશે ત્યારે એ ઘડો ફોડવામાં આવશે એ પ્રતીક સાથે કે આ ભાજપના પાપનો ઘડો છે. કોંગ્રેસ વિપક્ષ તરીકે સવાલો કરે છે ન્યાય યાત્રા કાઢે છે પણ એની પાછળ પણ એક રાજકીય ગણિત છુપાયેલું છે અને એ કોંગ્રેસની કાઢેલી યાત્રા અને જે રુટ પસંદ કરવામાં આવ્યો છે એમાં છે. 


રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી જોડાઈ શકે છે આ ન્યાય યાત્રામાં 

વિસ્તારથી સમજવા નો ટ્રાય કરીએ તો 300 કિલોમીટરની આ યાત્રા રહેવાની છે જેમાં મોરબી દુર્ઘટનાથી લઈને છેલ્લા બે ત્રણ વર્ષમાં જેટલી પણ દુર્ઘટનાઓ થઈ એ બધા શહેરો અને ગામડાઓમાં જઈને યાત્રા કરવાની ન્યાય યાત્રામાં ત્યાંના કોંગ્રેસના લોકો સામાન્ય જનતા પીડીત છે તો બધા જોડાશે સાથે જ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ ન્યાય યાત્રામાં આવે તેવી સંભાવનાઓ છે. હવે આમાં રાજકીય ગણિત શું છે સમજીએ. ગુજરાતમાં હવે વિધાનસભાની ચૂંટણીને ત્રણ વર્ષની વાર છે એટલે રાહુલ ગાંધીનું જે નિવેદન છે અને કોંગ્રેસની અત્યારે જે ક્ષમતા છે એ પ્રમાણે કોંગ્રેસ પાસે ગુજરાતમાં ભાજપનું ગઢ તોડવા માટે ત્રણ વર્ષ છે અને અત્યારે કોંગ્રેસ જે વિસ્તારો પર ફોકસ કરી રહી છે એ બધા જ વિસ્તારો એવા છે જ્યાં અત્યારે કોંગ્રેસને ખોવા માટે કશું જ નથી.



30 વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસ સરકાર નથી બનાવી શકી! 

જો ગુજરાતમાં કોંગ્રેસ મહેનત કરે છે તો ફરીથી ગુજરાતમાં કોંગ્રેસ ઊભી થઈ શકે છે. કોંગ્રેસ પાંચ જિલ્લામાંથી ન્યાય યાત્રા કાઢવાની છે તો એ પાંચ જિલ્લા કેમ ખાસ છે અને પાંચ જિલ્લામાં જ કેમ કોંગ્રેસે રૂટ પસંદ કર્યો છે?  એ રૂટમાં જેટલી વિધાનસભા આવે છે એ બધામાં ચૂંટણી સમયે કોંગ્રેસને ફાયદો થઈ શકે છે. 30 વર્ષથી જ કોંગ્રેસની સરકાર ગુજરાતમાં બની નથી એ કોંગ્રેસને હવે આશા છે કે જો અમે મહેનત કરીશું તો ભાજપના ગઢને તોડી શકીશું. જે પાંચ જિલ્લાઓના ન્યાય યાત્રામાં છે એમાં ઓછામાં ઓછી 42 જેટલી વિધાનસભાઓ આવે છે તેમાં સૌથી વધારે અમદાવાદની બેઠકો છે એટલે 21 જેટલી બેઠક અમદાવાદની છે. જાણવા જેવી વાત એ છે કે કોંગ્રેસ જે 42 બેઠકો પરથી ન્યાય યાત્રા કાઢવાની છે એ 42 માંથી કોંગ્રેસ પાસે અત્યારે માત્ર બે જ છે.



કોંગ્રેસની છબી વિપક્ષ તરીકે બદલાઈ શકે છે..!

2017માં આ આંકડો અલગ હતો આજે 42 બેઠકોની આપણે વાત કરી રહ્યા છીએ. એમાંથી 18 બેઠકો કોંગ્રેસના નામે હતી આને એ દ્રષ્ટિથી જોવામાં આવે છે કે જો એ બેઠકો પર મહેનત કરવામાં આવે જન સંપર્ક રાખવામાં આવે તો ફરી એકવાર ત્યાંના લોકોનું મન કોંગ્રેસ તરફ વળી શકે છે અત્યારે કોંગ્રેસનો ફોકસ સૌરાષ્ટ્ર અમુક શહેરી વિસ્તાર અને ઉત્તર ગુજરાત પર છે કારણ કે આ વિસ્તારોમાં કોંગ્રેસની થોડી ઓછી પકડ છે એટલે આ ન્યાય યાત્રાને બીજી દ્રષ્ટિએ રાજકીય ગણિત સાથે જોડવામાં આવે તો પણ કોંગ્રેસની છબી વિપક્ષ તરીકે ગુજરાતમાં બદલાઈ શકે .


ભારત જોડો યાત્રા પછી બદલાઈ છે રાહુલ ગાંધીની છબી?

જે પરસેપ્શન લઈને ન્યાય યાત્રા કાઢવામાં આવે છે જે લોકો સુધી પહોંચે તો જે રીતના રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા કાઢી અને એના પછી કોંગ્રેસ અને રાહુલ ગાંધીની છબીમાં ઘણો ફેરફાર આવ્યો એમ ગુજરાતમાં પણ ન્યાય યાત્રાને રીતે જોવામાં આવે છે રાજકીય ગણિતને બાજુ પર મૂકીએ તો ન્યાય યાત્રાએ ટી.આર.પી ગેમ ઝુન, મોરબી દુર્ઘટના, વડોદરા દુર્ઘટના જેવી ગુજરાતની દુર્ઘટના ન્યાય મળે એના માટે કાઢવાની છે જેની સામે કાલે ભારતીય જનતા પાર્ટી તિરંગા યાત્રા કાઢવાની છે. 



ભાજપ માટે એવું કહીએ કે... 

તિરંગા યાત્રાનો ઉદ્દેશ ભલે અલગ હોય પણ એને રાજકીય રીતના પણ એમ જોવામાં આવે છે કે કોંગ્રેસની ન્યાય યાત્રા સામે ભાજપની તિરંગા યાત્રા કોંગ્રેસ જ્યારે સામાન્ય લોકોમાં વિપક્ષ તરીકે એ છબી બનાવવા માંગે છે કે સત્તા પક્ષને તમારી કંઈ પડી નથી સત્તા પક્ષ મન ફાવે એમ કરે છે અને સત્તા પક્ષ હવે સામાન્ય લોકોનું નથી વિચારતા એ બધાની સામે ભારતીય જનતા પાર્ટી એવું કહેવાય છે કે ગુજરાત એમનો ગઢ છે અને ગુજરાતના લોકોને એ પોતાની તરફ વાળી શકે છે.



ભાજપે હર ઘર તિરંગા અભિયાનની કરી હતી શરૂઆત

ગુજરાતના ગઢ પર ફરીથી આગામી ચૂંટણી માટે એક્સપરિમેન્ટ અત્યારથી શરૂ કરી રહી છે 2022 બાદ જ્યારે કોરોના કાળ પૂર્ણ થયો અને ચૂંટણી નજીક આવતી હતી ત્યારે ભાજપનું આ તિરંગા અભિયાન શરૂ થયું હતું. હર ઘર તિરંગા અને ભાજપે એ પ્રયાસ કર્યો હતો કે બધાના મનમાં રાષ્ટ્રની ભાવના ઊભી કરે જેમાં એ ઘણા અંશે સફળ પણ રહ્યા જે ચૂંટણીના પરિણામમાં દેખાયું પણ ખરી વિધાનસભામાં 182 પ્લસ અને લોકસભામાં પણ સારું પરિણામ આવ્યું.



ભાજપ હંમેશા સ્ટ્રેટેજી પૂર્વક ચાલે છે..

એટલે જ્યારે રાજકીય સમીકરણો જોઈએ કે જેમાં વિપક્ષ અને બીજા પક્ષ એ જાતિગત સમીકરણ હોય કે પછી હિન્દુ મુસ્લિમ હોય કે પછી બીજા કોઈ ગણિત લગાવતું હોય અને બીજી નાની નાની છત્રીઓ ખોલે ત્યારે ભારતીય જનતા પાર્ટી જે હંમેશાથી સ્ટ્રેટેજી પૂર્વક ચાલે. એ એના કરતાં મોટી છત્રી લઈને આવે અને એ છત્રી રાષ્ટ્રવાદની છત્રી ખોલે એટલે કોંગ્રેસની ન્યાય યાત્રા સામે ભારતીય જનતા પાર્ટીની તિરંગા યાત્રા હવે આ બધાની વચ્ચે પાપનો ઘડો જે કોંગ્રેસ લઈને આવે છે એ પાપનો ઘડો ખરેખર ગાંધીનગરમાં ફૂટે છે કે કેમ ગુજરાતના લોકોની આંખ ઉઘડે છે કે કેમ એ સમય બતાવશે...



અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...

મણિપુરમાં આટલા સમય બાદ પણ શાંતિ નથી સ્થપાઈ..... અનેક લોકોના મોત આ હિંસામાં થઈ ગયા છે.. શનિવારે ફરી ત્યાં હિંસા ફાટી નીકળી હતી જેમાં પણ લોકો મોતને ભેટ્યા છે.... મણિપુરને લઈ સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે...

નવેમ્બર આવ્યો તો પણ કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો નથી.. બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે... ગાંધીનગરનું તાપમાન સૌથી ઓછું નોંધાયું હતું.. અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવેલી આગાહી અનુસાર ડિસેમ્બરની શરૂઆતમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ શકે છે...