ભરૂચ લોકસભા બેઠકની વાત આવે ત્યારે ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાની તેમજ ઈન્ડિયા ગઠબંધનનમાં ઉમેદવાર ચૈતર વસાવાની વાતો કરતા હોઈએ છીએ. પરંતુ આ બંનેની વાતોમાં આપણે એવા અનેક પરિબળોને ભૂલી જતા હોઈએ છીએ જે ઘણા મહત્વના હોય છે. થોડા સમય પહેલા છોટુ વસાવાએ અલગ પક્ષ બનાવવાની જાહેરાત કરી. પરંતુ આ પક્ષ ભાજપને ફાયદો કરાવશે કે નુકસાન આવો તેને જાણીએ...
ભાજપ લીડથી જીતવા માટે સામ, દામ, દંડ ભેદનો કરશે ઉપયોગ
2024 લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રસપ્રદ બની રહી છે. અનેક બેઠકો એવી છે જેની ચર્ચાઓ હમણાંથી થઈ રહી છે. બનાસકાંઠા,ભરૂચ, વલસાડ સહિત અનેક બેઠકો એવી છે જેની ચર્ચાઓ થઈ રહી છે. આ વખતની ચૂંટણીમાં ખેલ જોરદાર થવાના છે કારણ કે દરેક બેઠક પર ભાજપ અને કોંગ્રેસએ જે ઉમેદવાર ઉતાર્યા છે એ સમીકરણ ઘણા રસપ્રદ છે. ભાજપ પોતાનો 5 લાખથી વધુ લીડનો ટાર્ગેટ પૂરો કરવા સામ, દામ દંડ ભેદ જેવી પદ્ધતિનો ઉપયોગ કરશે. ત્યારે ભરૂચ લોકસભા એક એવી બેઠક છે જ્યાં ભાજપના સમીકરણો બગડી શકે છે કેમ કે છોટુ વસાવાએ નવો પક્ષ રચવાની જાહેરાત કરી દીધી છે.
છોટુ વસાવાએ નવો પક્ષ બનાવવાની કરી જાહેરાત
ભરૂચ લોકસભા પર ભાજપે મનસુખ વસાવાને રિપીટ કર્યા છે જ્યારે ઈન્ડિયા ગઠબંધનથી ચૈતર વસાવા ચુંટણી લડવાના છે. થોડા સમય પહેલા મહેશ વસાવા ભાજપમાં જોડાયા હતા. મહેશ વસાવા ભાજપમાં આવી જવાથી ભાજપને ફાયદો થશે. પરંતુ આ બધા વચ્ચે છોટુ વસાવાએ નવો પક્ષ " ભારત આદિવાસી સેના" બનવ્યો છે. પક્ષને લઈ તેમણે નિવેદન આપ્યું છે.
મહેશ વસાવા બાદ છોટુ વસાવા પણ ભાજપને કરાવી શકે છે ફાયદો
ભરૂચ લોકસભાની વાત કરી તો ત્યાં આત્યારે મનસુખ વસાવા અને ચૈતર વસાવા જીતવા માટે એડી ચોંટીનું જોર લગાવી રહ્યા છે. આ બધાની વચ્ચે છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા ભાજપમાં જોડાયા ત્યારે બધાને એવું હતું કે ભાજપ અહિયાં આસાનીથી જીતી જશે પણ છોટુ વસાવાએ નવા પક્ષની જાહેરાત કરી. ઈન્ડિયા ગઠબંધન થતા કોંગ્રેસના નારાજ નેતાઓ અલગ લડવાનું કહે છે આ બધા ફેક્ટર કામ કરશે અને હવે જો છોટુ વસાવ અલગ પક્ષ સાથે લડે છે તો એ ફાયદો ભાજપને થઈ શકે છે. એટલે એવું માનવામાં આવી રહ્યું છે કે મહેશ વસાવા બાદ છોટુ વસાવા પણ ભાજપને ફાયદો કરાવશે.
ચૂંટણીમાં આદિવાસી મતદાતાઓ નિર્ણાયક થાય છે સાબિત
દક્ષિણ ગુજરાતના ડાંગથી ઉત્તર ગુજરાતના દાંતા સુધીના બેલ્ટમાં આદિવાસીઓની એક કરોડ જેવી વસ્તી છે. ચૂંટણીમાં આદિવાસી મતદારો નિર્ણાયક સાબિત થાય છે. ડેડિયાપાડા વિધાનસભા બેઠક 2017માં BTPના ઉમેદવાર એટલે કે મહેશ વસાવા જીત્યા હતા. ત્યારે મહેશ વસાવાની લોકપ્રિયતા ભાજપને પોતાની લીડ સુધી પહોંચાડી શકે છે કે નહીં એ જોવાનું છે.