Bharuch Loksabha Seatનું સમજો સમીકરણ જ્યાં ભાજપ તરફથી મનસુખ વસાવા ઉમેદવાર છે તો સામે ચૂંટણી મેદાનમાં ચૈતર વસાવા છે...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-15 18:00:45

લોકસભા ચૂંટણીને લઈ આવતી કાલે તારીખ જાહેર થઈ જશે. ગુજરાતની 24 બેઠકો માટે ભાજપે ઉમેદવાર જાહેર કરી દીધા છે જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ બે બેઠકો માટે ગઠબંધન કર્યું છે. ભરૂચ અને ભાવનગર બેઠક પર આમ આદમી પાર્ટીએ ઉમેદવાર ઉતાર્યા છે. ભરૂચ લોકસભા બેઠક પર ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવ્યા છે જ્યારે ભારતીય જનતા પાર્ટીએ તેમના હાલના સાંસદ મનસુખ વસાવાને રિપીટ કર્યા છે. ભાજપ જ્યારે પણ કોઈ ઉમેદવારને ચૂંટણી મેદાનમાં ઉતારે છે ત્યારે અનેક સમીકરણોને ધ્યાનમાં રાખતી હોય છે. ત્યારે આજે જાણીએ ભરૂચ લોકસભાના સમીકરણ વિશે....


શું છે ભરૂચ લોકસભા બેઠકનો ઈતિહાસ?

છેલ્લા ઘણા સમયથી ભરૂચ લોકસભા ચર્ચામાં છે. ચર્ચામાં હોવાના અનેક કારણો છે પરંતુ સૌથી મોટું કારણ કે ચૈતર વસાવા તેમજ મનસુખ વસાવા દ્વારા આપવામાં આવતા નિવેદનો. ભરૂચ લોકસભા બેઠક હાઈ પ્રોફાઈલ બેઠક છે. ૧૯૮૯ સુધી અહેમદ પટેલ અહીંના સાંસદ હતા, ૧૯૮૯માં ચંદુભાઈ દેશમુખે અહેમદ પટેલને હરાવ્યા , ૧૯૮૯થી ૧૯૯૮ સુધી ચંદુભાઈ સાંસદ રહ્યા આ પછી ૧૯૯૮થી છેલ્લા ૨૬ વર્ષ થી મનસુખ વસાવા જ સાંસદ છે.  આ વખતે આ ૨૦૨૪નો જંગ ખુબજ રસપ્રદ રહેશે , કેમ કે સામે ઇન્ડિયા ગઠબંધનમાંથી ચૈતર વસાવા છે .લોકસભા ચૂંટણીને લઈ ચૈતર વસાવા દ્વારા  " તમારો દીકરો , તમારા દ્વાર" કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે.  


2024માં ભરૂચની જનતા કોને પહોંચાડશે સંસદમાં? 

ભરૂચ લોકસભા બેઠકના જાતીય સમીકરણ અંગે વાત કરીએ તો અનુસૂચિત જનજાતિના ૪,૮૧ , ૦૦૦ જેટલા મતદારો છે , મુસ્લિમ સમાજના ૧,૪૮, ૦૦૦ , પટેલ સમાજના ૧૮૬૦૦૦ જેટલા મતદારો છે . આ લોકસભામાં આવે છે ૭ વિધાનસભાઓ કરજણ , ડેડીયાપાડા , જંબુસર , વાગરા , ઝગડીયા , ભરૂચ , અંકલેશ્વર . ૨૦૨૨માં ડેડીયાપાડા પરથી આપ ના ચૈતરભાઈ જીત્યા હતા આ સિવાયની બધીજ બેઠકો BJP એ જીતી લીધી હતી . તો જોઈએ ૨૦૨૪ના લોકસભામાં ભરૂચ પોતાના કયા દીકરાને સંસદમાં પહોંચાડે છે ? 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?