Porbandar Loksabha Seatનું સમજો સમીકરણ, BJP તરફથી Manskukh Mandavia છે ઉમેદવાર, તો કોંગ્રેસે Lalit Vasoyaની કરી પસંદગી..


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-18 14:28:02

લોકસભા ચૂંટણીની તારીખની જાહેરાત થઈ ગઈ છે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં ચૂંટણી થવાની છે. ચૂંટણીને લઈ રાજકીય પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની ઘોષણા કરી દેવામાં આવી છે. ગુજરાતમાં 24 બેઠકો પર કોંગ્રેસ પોતાના ઉમેદવાર ઉતારશે જ્યારે 2 બેઠકો પર આપ ઉમેદવાર ઉતારવાની છે. ભાજપ દ્વારા 22 બેઠકો માટે ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. આજે વાત કરીએ પોરબંદર લોકસભા સીટની જ્યાં ભાજપે મનસુખ માંડવિયાને ટિકીટ આપી છે જ્યારે કોંગ્રેસે લલિત વસોયાને ઉમેદવાર બનાવ્યા છે. જાણીએ પોરબંદર સીટના સમીકરણો વિશે...



પોરબંદર લોકસભા બેઠક પર થશે આ બે દિગ્ગજ નેતાઓની ટક્કર 

પોરબંદર લોકસભા સીટની વાત કરીએ તો આ લોકસભામાં ૭ વિધાનસભાઓ આવે છે. સાત વિધાનસભા આ પ્રમાણે છે ગોંડલ , જેતપુર , ધોરાજી , પોરબંદર , કુતિયાણા , માણાવદર , કેશોદ. ૨૦૨૨માં પોરબંદર અને માણાવદર બેઠકો કોંગ્રેસના ખાતામાં ગઈ હતી જ્યારે કુતિયાણા SPના ખાતામાં, જયારે બીજી બધી બેઠકો  BJPના ફાળામાં ગઈ હતી.  આ લોકસભા બેઠક પર છેલ્લે કોંગ્રેસમાંથી વિઠ્ઠલભાઈ રાદડિયા ૨૦૦૯માં  જીત્યા આ પછી તેઓ ભાજપમાં જતા રહ્યા. હાલમાં BJP એ sitting MP રમેશ ધડુકની ટિકિટ કાપી મનસુખ માંડવીયાને ટિકિટ આપી છે , સામે કોંગ્રેસે લલિત વસોયાને ટિકિટ આપી છે . હવે આ જંગ લેઉવા Vs લેઉવા  થઇ ગયો છે . 



અર્જુન મોઢવાડિયા તેમજ અરવિંદ લાડાણી જોડાઈ ગયા છે ભાજપમાં

વાત કરીએ જાતિગત સમીકરણોની તો મેર સમાજ , લેઉવા પટેલ સમાજ અને દલિત સમાજ બહુમતવાળી સીટ છે . આ વખતે કોંગ્રેસ નેતા અર્જુનભાઈ મોઢવાડીયા અને માણાવદર MLA અરવિંદ લાડાણી BJPમાં જોડાઈ ગયા છે . આ તરફ મુલકોંગ્રેસી ૨૦૨૨માં BJP માંથી હારી ગયેલા માણાવદરના MLA જવાહર ચાવડા નારાજ ચાલી રહ્યા છે. ત્યારે જોવું રહ્યું કે પોરબંદર બેઠક માટે મતદાતાઓ કોની પસંદગી કરે છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?