Isudan Gadhvi પાસેથી સમજોAAP - Congressના ગઠબંધન પાછળની ગણતરી, Visavadar પેટા ચૂંટણી માટે કોણ હશે ઉમેદવાર Isudan Gadhvi કે Gopal Italia?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-29 14:08:50

લોકસભા ચૂંટણીને લઈ દેશના અનેક રાજ્યોમાં કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા ગઠબંધન કરવામાં આવ્યું છે. અનેક રાજ્યો માટે લોકસભા ઉમેદવાર પણ જાહેર કરવામાં આવ્યા છે આમ આદમી પાર્ટી દ્વારા. દિલ્હી લોકસભા બેઠક માટે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોના નામની જાહેરાત થોડા સમય પહેલા કરી હતી. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધન અંતર્ગત ગુજરાતની 24 બેઠકો પર કોંગ્રેસ ઉમેદવાર ઉતારશે અને આમ આદમી પાર્ટી બે સીટો પર ઉમેદવાર ઉતારશે. ભરૂચ લોકસભા બેઠક માટે ચૈતર વસાવા અને ભાવનગર લોકસભા બેઠક માટે ઉમેશ મકવાણાના નામની જાહેરાત કરવામાં આવી છે. ગઠબંધન અંગે ઈસુદાન ગઢવીએ વાત કરી હતી.

પેટા ચૂંટણીને લઈ ગમે ત્યારે ઉમેદવારોના નામની થઈ શકે છે જાહેરાત! 

આ વર્ષે લોકસભા ચૂંટણી યોજાવાની છે. ગુજરાતમાં અનેક વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે. ગુજરાતની જનતાએ જેમને જીતાડ્યા, ધારાસભ્ય બન્યા અને પછી તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું. રાજીનામું આપવામાં કોંગ્રેસના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો હતા. રાજીનામું આપ્યા બાદ બધા ભાજપમાં જોડાઈ ગયા છે અને એવી માહિતી સામે આવી છે કે ભાજપ પેટાચૂંટણી માટે તે જ પૂર્વ ધારાસભ્યોને ઉમેદવાર તરીકે ઉતારી શકે છે. આ બધા વચ્ચે એવી માહિતી સામે આવી છે કે વિસાવદરથી પેટા ચૂંટણી માટે ઈસુદાન ગઢવીને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવી શકે છે. એવી પણ વાતો ચાલી રહી છે કે ઈસુદાન ગઢવી ઉપરાંત ગોપાલ ઈટાલિયાના નામ અંગે પણ ચર્ચા થઈ રહી છે. 


વિસાવદર પેટા ચૂંટણીના ઉમેદવાર તરીકે કોના નામની થશે જાહેરાત? 

ગઠબંધનને લઈ જ્યારે સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી ત્યારે એવું લાગતું હતું કે પેટા ચૂંટણીને લઈ જાહેરાત કરવામાં આવી શકે છે પરંતુ તે વખતે આ અંગેની જાહેરાત કરવામાં આવી ન હતી. ગમે ત્યારે વિસાવદર પેટા ચૂંટણીને લઈ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં  આવી શકે છે. મહત્વનું છે કે થોડા સમય પહેલા ગોપાલ ઈટાલિયાએ એક ટ્વિટ કરી હતી જેમાં લખ્યું હતું ગુડ મોર્નિંગ વિથ ગુડ ન્યુઝ. આ બાદ એવું માનવામાં આવી રહ્યું હતું કે તે વિસાવદર પેટા ચૂંટણીને લઈ વાત કરી રહ્યા છે પરંતુ તે વાત કદાચ ગઠબંધનને લઈ કરી રહ્યા હતા. ત્યારે જોવું રહ્યું વિસાવદર પેટા ચૂંટણી માટે ઈસુદાન ગઢવીનું નામ ફાઈનલ થાય, ગોપાલ ઈટાલિયાના નામની જાહેરાત થાય છે કે પછી કોઈ ત્રીજાના નામની જાહેરાત કરવામાં આવે છે તે જોવું રહ્યું....        



ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...

મણિપુરમાં આટલા સમય બાદ પણ શાંતિ નથી સ્થપાઈ..... અનેક લોકોના મોત આ હિંસામાં થઈ ગયા છે.. શનિવારે ફરી ત્યાં હિંસા ફાટી નીકળી હતી જેમાં પણ લોકો મોતને ભેટ્યા છે.... મણિપુરને લઈ સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે...