Devanshi Joshi પાસેથી સમજો ગુજરાતની બેઠકોનું Analysis, Gujaratની 25માંથી આ 5 બેઠક એવી છે જ્યાં ગમે ત્યારે ચિત્ર બદલાઈ શકે છે..


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-03 14:03:17

આવતી કાલે દેશમાં લોકસભા ચૂંટણી માટે મતગણતરી થવાની છે. કાલે તમને ખબર પડશે કે તમારા વિસ્તારના સાંસદ કોણ છે. સૌ કોઈની નજર ગુજરાતના પરિણામો પર રહેલી છે કારણ કે ગુજરાતને ભાજપનો ગઢ માનવામાં આવે છે.. ગુજરાતમાં જો ભાજપની એક પણ સીટ ઓછી થાય છે તો તે હારની અસર ભાજપના દિગ્ગજ નેતાઓના મનોસ્થિતિ પર પડશે તેવી વાત રાજકીય નિષ્ણાતો કરી રહ્યા છે. એક્ઝિટ પોલના આંકડા પ્રમાણે ગુજરાતમાં ભાજપની સરકાર બનશે તે વાત સ્પષ્ટ દેખાઈ રહી છે પરંતુ અનેક બેઠકો એવી છે જ્યાં કાંટાની ટક્કર છે ઉમેદવારોની વચ્ચે. ત્યારે પરિણામ પહેલાના પરિણામ વિશે વાત કરી લઈએ..

26 બેઠકોમાંથી સુરતની એક સીટ તો ભાજપને મળી ગઈ છે.. હવે બાકી રહેલી 25 સીટો પર કોની જીત થશે તેની પર સૌ કોઈની નજર રહેવાની છે. સૌથી પહેલા વાત આપણે ગાંધીનગર લોકસભા બેઠકની વાત કરીએ જેમાં ભાજપના ઉમેદવાર છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ઈન્ડિયા ગઠબંધને ઉમેદવાર તરીકે સોનલ પટેલને ટિકીટ આપી છે.. આ બેઠક પર અમિત શાહની જીત પાક્કી માનવામાં આવી રહી છે.. તે સિવાય નવસારીની બેઠક પર ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલને ટિકીટ આપવામાં આવી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધને નૈષદ દેસાઈને ટિકીટ આપી છે.. સી.આર.પાટીલને રિપીટ કરવામાં આવ્યા છે.. આ બેઠક પર પણ સી.આર.પાટીલની જીત પાક્કી માનવામાં આવે છે.




અમદાવાદ પૂર્વ માટે પણ ભાજપ દ્વારા ઉમેદવારને રિપીટ કરવામાં આવ્યા છે.. ભાજપના હસમુખ પટેલ અને ઈન્ડિ ગઠબંધન હિંમતસિંહ પટેલની વચ્ચે મુકાબલો હતો. આ બેઠક પર હસમુખ પટેલની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે.. તેવી જ પરિસ્થિતિ અમદાવાદ પશ્ચિમ માટે પણ છે. ભાજપે દિનેશ મકવાણાને જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ભરત મકવાણાને ટિકીટ આપવામાં આવી છે. દિનેશ મકવાણા ચૂંટણી જીતી રહ્યા છે તેવું લાગી રહ્યું છે.. તે સિવાય મહેસાણામાં ભાજપના હરિભાઈ પટેલ ઉમેદવાર છે તો રામજી ઠાકોર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે.. આ બેઠક પણ ભાજપના ફાળે જાય છે.




અમરેલી લોકસભા બેઠકની વાત કરીએ તો આ બેઠક ચૂંટણી વખતે ચર્ચામાં રહી. આ બેઠક રસપ્રદ રહી... ભાજપે ભરત સુતરીયાને ટિકીટ આપી જ્યારે ઈન્ડિયાએ જેની ઠુમ્મરને ટિકીટ આપી.. જેની ઠુમ્મર સારી રીતે ચૂંટણી લડ્યા. માહોલ તેમણે બનાવ્યો હતો. ભરત સુતરીયાનો વિરોધ ભાજપના જ નેતાઓએ કર્યો. જેની ઠુમ્મર સારા નેતા છે અને જો આપણે ત્યાં ઉમેદવારનો ચહેરો જોઈને મત આપે છે તો જેની ઠુમ્મર જીતી શકે છે પરંતુ મતદાતા સુપ્રીમ લીડરને જોઈ મત આપે છે.. એટલે જેની ઠુમ્મરનો મુકાબલો પીએમ મોદી સામેનો હતો.. ભરત સુતરીયા સાંસદ બની શકે છે, તેમની જીત નિશ્ચિત માનવામાં આવે છે..



આણંદ લોકસભા બેઠક પણ એકદમ રસપ્રદ છે.. ત્યાં ભાજપે મિતેષ પટેલને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધને અમિત ચાવડાને ટિકીટ આપી છે. આણંદ લોકસભા બેઠક ઈન્ડિયા ગઠબંધન જીતી શકે છે તેવું લાગે છે.. અમિત ચાવડા આણંદના સાંસદ બની શકે છે.. સૌથી વધારે રસપ્રદ કોઈ બેઠક હતી તે બેઠક હતી બનાસકાંઠાની બેઠક.. ઈન્ડિ ગઠબંધન અંતર્ગત ગેનીબેન ઠાકોરને ઉમેદવાર બનાવવામાં આવ્યા જ્યારે ભાજપે રેખાબેન ચૌધરીને ટિકીટ આપી.. ચૂંટણી દરમિયાન આ બેઠક એવી હતી જેન ચર્ચાઓ વારંવાર થઈ.. ગેનીબેન ઠાકોરની સીધી લડાઈ રેખાબેન ચૌધરી સામે ના હતી પરંતુ શંકરચૌધરી સામે હતી.. તે સિવાય પીએમ મોદીના ચહેરા સામે હતી.. 



આ બેઠક એવી હતી જ્યાં ઉમેદવારનો પ્રચાર કરવા માટે રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ આવ્યા હતા. પીએમ મોદી રેખાબેન ચૌધરીનો પ્રચાર કરવા આવ્યા જ્યારે ગેનીબેન ઠાકોર માટે પ્રચાર કરવા માટે પ્રિયંકા ગાંધી આવ્યા.. બનાસકાંઠામાં પ્રચાર દરમિયાન પીએમ મોદીએ ભેંસ વાળું નિવેદન આપ્યું હતું.. આ બેઠક પર બંને ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળવાની છે. કોણ જીતશે તે કહેવું મુશ્કેલ છે... બારડોલી લોકસભા બેઠકની વાત કરીએ તો ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત સિદ્ધાર્થ ચૌધરીને ઉમેદવાર બનાવાયા જ્યારે ભાજપે પ્રભુ વસાવાને ટિકીટ આપી.. પ્રભુ વસાવા ફરીથી સાંસદ બની શકે છે તેવી પ્રબળ સંભાવનાઓ છે.. 



ભરૂચ લોકસભા બેઠક પર પણ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળવાનો છે.. ભાજપે મનસુખ વસાવાને ફરી એક વખત રિપીટ કર્યા છે જ્યારે ઈન્ડિ ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ઉમેદવાર બનાવાયા છે. આ બેઠક પર ચૈતર વસાવા જીતી શકે છે તેવી પ્રબળ સંભાવનાઓ છે.. આદિવાસી વિસ્તારમાં સારૂં વોટિંગ થયું છે જેને કારણે ચૈતર વસાવા જીતશે તેવું લાગી રહ્યું છે. મુસ્લિમોએ ચૈતર વસાવાને વોચ આપ્યા છે કે નહીં તેની પર તેમના જીતનો આધાર રહેલો છે. તે સિવાય જૂનાગઢ લોકસભા બેઠકની વાત કરીએ તો રાજેશ ચૂડાસમાને ટિકીટ આપી છે તો ઈન્ડિ ગઠબંધન અંતર્ગત હીરાભાઈ જોટવાને ઉમેદવાર બનાવ્યા. આ બેઠક પર પણ ભાજપના ઉમેદવાર જીતી શકે છે તેવી પ્રબળ સંભાવનાઓ છે.



ભાવનગર લોકસભા બેઠકની વાત કરીએ તો ઉમેશ મકવાણાને ઈન્ડિ ગઠબંધન અંતર્ગત ઉમેદવાર બનાવાયા છે, તો આ તરફ ભાજપે નીમાબેન બાંભણિઆને ટિકીટ આપી છે.. આ બેઠક પર ભાજપના ઉમેદવાર જીતી રહ્યા છે તેવી સંભાવનાઓ પ્રબળ છે.. છોટા ઉદેપુર લોકસભા બેઠક  પર ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવા જીતી શકે છે.. તેમનો મુકાબલો હતો સુખરામ રાઠવા સાથે.. તે સિવાય દાહોદ બેઠકની વાત કરીએ તો જસવંતસિંહ ભાભોર ભાજપના ઉમેદવાર હતા જ્યારે ઈન્ડિયાએ ડો.પ્રભા તાવિયાડને ટિકીટ આપી હતી. આ બેઠક એવી હતી જ્યાંથી બૂથ કેપ્ચરિંગની ઘટના સામે આવી હતી. 




તે સિવાય જામનગર લોકસભા બેઠકની વાત કરીએ તો આ બેઠક પણ ચૂંટણી દરમિયાન ચર્ચામાં રહી. ક્ષત્રિય સમાજના લોકોએ અહીંયા અનેક વખત વિરોધ કર્યો. પૂનમબેન માડમને ભાજપે ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિ ગઠબંધન અંતર્ગત જે.પી.મારવીયાને ટિકીટ આપવામાં આવી છે. પૂનમબેન માડમ ભલે ઓછી લીડથી તો ઓછી લીડથી પરંતુ તે જીતી શકે છે તેવું લાગી રહ્યું છે. ખેડામાં પણ ભાજપના ઉમેદવારની જીત થઈ શકે છે.. ભાજપે દેવુસિંહ ચૌહાણને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિ ગઠબંધન અંતર્ગત કાળુસિંહ ડાભીને ટિકીટ આપી છે. કચ્છમાં ભાજપના ઉમેદવાર હતા વિનોદ ચાવડા જ્યારે નીતિશ લાલન ઈન્ડિ ગઠબંધનના ઉમેદવાર હતા. વિનોદ ચાવડા જીતી શકે છે. 



મહેસાણા લોકસભા બેઠકની વાત કરીએ તો આ બેઠક પર પણ ભાજપની જીત પાક્કી માનવામાં આવી રહી છે. ભાજપે હરિભાઈ પટેલને જ્યારે ઈન્ડિ ગઠબંધન અંતર્ગત રામજી ઠાકોરને ટિકીટ આપી છે. પંચમહાલમાં ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવ જીતી શકે છે. ઈન્ડિ ગઠબંધને ગુલાબસિંહ ચૌહાણને ટિકીટ આપી છે. પાટણમાં પણ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળ્યો.. ચંદનજી ઠાકોર સારી રીતે ચૂંટણી લડ્યા છે. ભાજપે ભરતસિંહ ડાભીને ટિકીટ આપી છે. આ બેઠક પર કોની જીત થશે તેની ખબર ચોથી તારીખે પડશે.. પોરબંદર લોકસભા બેઠકની વાત કરીએ તો આ બેઠક પર મનસુખ માંડવિયા તેમજ લલિત વસોયા વચ્ચે ખરાખરીનો જંગ છે. લલિત વસોયા જો ધારતા તો સારી રીતે ચૂંટણી લડી શકતા હતા પરંતુ તેમણે માહોલ બનાવ્યો. જેને કારણે મનસુખ માંડવિયાની જીત ફાઈનલ જેવી મનાય છે. 



આ ચૂંટણીમાં સૌથી વધારે જે બેઠકની ચર્ચા થઈ. તે બેઠક છે રાજકોટ લોકસભા બેઠક. પરષોત્તમ રૂપાલાના નિવેદનને કારણે આ બેઠક ચર્ચામાં હતી. પરષોત્તમ રૂપાલાની સામે ઈન્ડિ ગઠબંધને પરેશ ધાનાણીને ટિકીટ આપી. પરષોત્તમ રૂપાલા જીતી તો શકે છે પરંતુ કેટલી લીડથી તેની પર સૌ કોઈની નજર રહેલી છે. સાબરકાંઠા લોકસભા બેઠકની વાત કરીએ તો ભાજપે શોભનાબેન બારૈયાને ઉમેદવાર બનાવ્યા જ્યારે ઈન્ડિ ગઠબંધન અંતર્ગત ડો.તુષાર ચૌધરીને ટિકીટ આપી છે. શોભનાબેન બારૈયાની જીત થઈ શકે છે તેવું લાગી રહ્યું છે પરંતુ જો ભાજપનો આંતરિક ડખો ત્યાં હશે તો તેમની જીત મુશ્કેલ થઈ શકે છે..




સુરેન્દ્રનગર લોકસભા બેઠકની વાત કરીએ તો ચંદુભાઈ શિહોરને ભાજપે ટિકીટ આપી જ્યારે ઋત્વિક મકવાણા હતા ઈન્ડિ ગઠબંધનના ઉમેદવાર. ભારતીય જનતા પાર્ટી આ બેઠક જીતી શકે છે તેવું લાગી રહ્યું છે. વડોદરા લોકસભા બેઠકની વાત કરીએ તો ભાજપના ઉમેદવાર છે ડો.હેમાંગ જોશી જ્યારે ઈન્ડિ ગઠબંધનના ઉમેદવાર છે જસપાલસિંહ પઢિયાર.. વલસાડ લોકસભા બેઠક પર એક તરફ ધવલ પટેલ છે તો બીજી તરફ અનંત પટેલ છે.. ધવલ પટેલની એટલી લોકપ્રિયતા નથી જેટલી લોકપ્રિયતા અનંત પટેલની છે.. પરંતુ આ ચૂંટણી ઉમેદવારોને જોઈને નહીં પરંતુ પીએમ મોદીના ચહેરાને જોઈને થઈ રહી છે. ધવલ પટેલ જીતી શકે છે તેવી સંભાવનાઓ મજબૂત છે. ત્યારે તમારે ત્યાં કયા ઉમેદવાર જીતી શકે છે તે અમને જણાવજો કમેન્ટમાં..   



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?