દેશભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિકાસ સપ્તાહનું આયોજન કરવામાં આવી રહ્યું છે.. વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.. ત્યારે અમદાવાદ ખાતે મીડિયા કર્મીઓ માટે વિશેષ મેડિકલ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું હતું.. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફિટ ઈન્ડિયા, ફિટ મીડિયા કેમ્પેઈનનો શુભારંભ કરાવ્યો હતો.. રેડ ક્રોસ ભવનની બાજુમાં આવેલા ખાદી ગ્રામોદ્યોગ ભવનના પરિસરમાં કરવામાં આવ્યો હતો..
વિકાસ સપ્તાહ અંતર્ગત મીડિયા કર્મીઓ માટે કરાયું ખાસ આયોજન
આપણે ત્યાં કહેવાયું છે કે પહેલું સુખ તે જાતે નર્યા.. જો આપણે સાજા હોઈશું તો આપણે કામ કરી શકીશું.. ત્યારે મીડિયા કર્મીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.. વિકાસ સપ્તાહ નિમીત્તે ગુજરાત સરકારના માહિતી ખાતા અને ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે મીડિયા કર્મીઓ માટે હેલ્થ સ્ક્રીનિંગ કાર્યક્રમ 'ફીટ ઈન્ડીયા, ફીટ મીડિયા'નો શુભારંભ કરવામાં આવ્યો છે..
શું કહ્યું મુખ્યમંત્રીએ?
મુખ્યમંત્રી દ્વારા આનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે.. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનસામાન્ય માટે આરોગ્ય સુખાકારીની ચિંતા કરીને ફિટ ઈન્ડિયાની કલ્પના આપી છે.. મીડિયા કર્મીઓ માટે તેમણે કહ્યું કે પત્રકારિતાને લોકશાહીનો ચોથો સ્તંભ ગણાવતાં કહ્યું હતું કે, જનતાનો અવાજ બનતા પત્રકારો સ્વસ્થ-તંદુરસ્ત હશે તો પત્રકારિતા થકી સમાજને જાગૃત રાખવાનું કામ સારી રીતે કરી શકશે.