લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે ભાજપે તો પાર્ટીમાં જોડાવા માટે રીતસર ભરતી મેળો શરૂ કર્યો છે. ભાજપના નેતાઓ વિપક્ષન કાર્યકરો અને નેતાઓને ભાજપમાં જોડાવા માટે આમંત્રણ આપી રહ્યા છે. ભાજપના ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે પણ આ મુદ્દે એક નિવેદન આપ્યું છે. ઉનાના ભાજપના ધારાસભ્ય કે. સી. રાઠોડે મોટું નિવેદન આપતા કહ્યું કે ભાજપમાં ભરતીમેળો શરૂ છે આવી જાઓ. કેસી રાઠોડનું આ નિવેદન સોશિયલ મીડિયામાં પણ ખૂબ વાયરલ થયું છે.
કે સી રાઠોડે શું કહ્યું?
ઉનાના ભાજપના ધારાસભ્ય કે સી રાઠોડનું એક નિવેદન આજકાલ ચર્ચાનો વિષય બન્યું છે. તેમણે વિપક્ષના ધારાસભ્યો અને પદાધિકારીઓને ઉદ્દેશીને ભાજપમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું છે. તેમણે કહ્યું કે "સત્તા વગરના હવાતિયાં મારતા લોકો આવી ભાજપમાં જોડાઈ જાઓ. ભાજપમાં ભરતીમેળો શરૂ છે આવી જાઓ. જો કે ધારાસભ્ય કે સી રાઠોડે પોતાના વક્તવ્યમાં ભરતીમેળાને લઇ મોટી ચોખવટ કરી હતી. ભાજપમાં ભરતી મેળો ચાલું છે પણ એક શરત છે કે હોદ્દા સાથે નહીં કાર્યક્રર બનીને આવવું હોઈ તો હું વેલકમ કરું છું. પ્રજાના કામ કરવા હોઈ તો કાર્યકર બનીને આવો."