ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બન્યો, UNFPAના રિપોર્ટમાં કરાયો ઘટસ્ફોટ


  • Published By :
  • Published Date : 2023-04-19 15:25:21

ભારત હવે વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની ગયો છે. 'ધ સ્ટેટ ઑફ વર્લ્ડ પોપ્યુલેશન 2023'(UNFPA)ના રિપોર્ટ મુજબ ભારતની વસ્તી 142.86 કરોડ થઈ ગઈ છે. જ્યારે ચીનની વસ્તી 142.57 કરોડ છે. આ રીતે હવે ભારતમાં હવે ચીન કરતાં 20 લાખ વધુ લોકો છે


દેશની વસ્તી 165 કરોડ સુધી પહોંચી શકે છે


યુનાઈટેડ નેશન્સ (UNFPA)ના નવા રિપોર્ટ પ્રમાણે ભારતની કુલ વસ્તીના 25 ટકા લોકો  0-14 વર્ષના વય વર્ગમાં આવે છે. જ્યારે  18 ટકા 10 થી19, 26 ટકા10 થી 24, 68 ટકા 15 થી 64 વય વર્ગમાં અને 65 વર્ષથી ઉપરનીવય વર્ગમાં માત્ર 7 ટકા લોકો જ આવે છે. જ્યારે વિવિધ એજન્સીઓના અનુમાન પ્રમાણે ભારતની સંખ્યા છેલ્લા ત્રણ દાયકામાં વધરતી રહેશે. આ જ કારણે દેશની વસ્તી 165 કરોડ જેટલી વધી શકે છે. 


ચીનની વસ્તી છ દાયકામાં પ્રથમ વખત ઘટી


અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ચીનની વસ્તીમાં છ દાયકામાં પ્રથમ વખત ઘટાડો થયો હતો. આ પછી ચીનની વસ્તીમાં માત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આની અસર અર્થવ્યવસ્થા પર પણ પડશે. સરકારી ડેટા અનુસાર, ભારતની વાર્ષિક વસ્તી વૃદ્ધિ અગાઉના 10 વર્ષમાં 1.7 ટકાની સરખામણીએ 2011થી સરેરાશ 1.2 ટકા રહી છે. સંયુક્ત રાષ્ટ્રના વસ્તી ડેટા રેકોર્ડમાં આ પ્રથમ વખત છે કે 1950 પછી ભારતની વસ્તી ચીન કરતા વધુ નોંધવામાં આવી છે, હકીકતમાં સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના 1945માં બીજા વિશ્વ યુદ્ધના અંત પછી કરવામાં આવી હતી અને 1950માં સંયુક્ત રાષ્ટ્રની વસ્તી ડેટા એકત્ર કરીને આપવાનું શરૂ કર્યું.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.