ભારત વિશ્વમાં પાંચમું સૌથી મોટું અર્થતંત્ર પણ માનવ વિકાસમાં 132માં ક્રમે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-08 18:55:53

ભારત વિશ્વનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર છે, આ સપ્તાહે જ ભારતે બ્રિટનને પાછળ રાખી દુનિયાની અગ્રણી પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છે. જો કે દેશનો માનવવિકાસનો સ્તર સૌથી ચિંતાજનક બાબત છે. વર્ષ 2021ના માનવ વિકાસના દુનિયાના રેન્કિંગ આપતા યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP)ના અહેવાલ અનુસાર વિશ્વના 191 દેશોમાં ભારતનો ક્રમ 132મો આવ્યો છે. આટલો નીચો ક્રમ પુરવાર કરે છે કે સંકલિત માનવ વિકાસ અને અર્થતંત્રના વિકાસનો પૂરો ફાયદો દેશના દરેક નાગરિકને હજુ સુંધી મળી રહ્યો નથી. 


વર્ષ 2020માં ભારતનો હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ 0.642 હતો અને ત્યારે 189 દેશોમાં ભારતનો ક્રમ 131 હતો. આ 2921ના રિપોર્ટમાં ભારતનો ઇન્ડેક્સ ઘટી 0.633 આવ્યો છે અને ક્રમ પણ એક સ્થાન નીચે 132 ઉપર આવ્યો છે. માનવ વિકાસમાં ભારત કરતા આગળ હોય તેવા પાડોશી દેશોમાં ચીન (79), શ્રી લંકા (73) અને બાંગ્લાદેશ (129)નો સમાવેશ થાય છે. 


આ લિસ્ટમાં ટોચના ક્રમે સ્વિત્ઝર્લેન્ડ, નોર્વે,  અને આઈસલેન્ડ આવે છે. જ્યારે દક્ષિણ સુદાન, ચાડ, અને નિગર સૌથી નીચલા ક્રમે છે. અત્રે ઉલ્લેખનિચ છે ટોચના ત્રણેય દેશ યુરોપના અને નીચલા સ્થાને રહેલા દેશ આફ્રિકાના અત્યંત ગરીબ અને પછાત દેશો છે. 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...