ઉમરેઠમાં ગુસ્સે થયેલા યુવકનો તેની સાથે રહેતી યુવતી પર છરીથી હુમલો, યુવતીને ગળાના ભાગે ગંભીર ઈજા


  • Published By :
  • Published Date : 2023-01-22 19:26:35

રાજ્યમાં હત્યા અને આત્મહત્યાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. શહેરી વિસ્તારોમાં તો આવા બનાવો રોજિંદા બન્યા છે. આજે આણંદના ઉમરેઠમાં યુવતીનું ગળુ કાપી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ઉમરેઠની કાછીયાપોળમાં ગઈકાલે યુવક-યુવતી ભાડે રહેવા આવ્યા હતા. વહેલી સવારથી યુવક યુવતી વચ્ચે ઝઘડો થઈ રહ્યો હતો. બપોરના સમયે યુવકે યુવતીના ગળામાં ઘા મારી બાથરૂમમાં પૂરી દીધી હતી. ત્યાર બાદ અજાણ્યો યુવક મકાન બહાર તાળું મારી જતો રહ્યો હતો. 


સ્થાનિકોએ 108ને જાણ કરી


ઘાયલ યુવતીએ બુમબરાડા કરતા આસપાસના રહીશોએ મકાન માલિકને જાણ કરી હતી. મકાન ખોલતા જ બાથરૂમમાંથી ઘાયલ યુવતી ઢળી પડી હતી. ત્યાર બાદ સ્થાનિક રહીશોએ 108 ને જાણ કરાતા સરકારી હોસ્પિટલ ખસેડાઈ હતી. યુવતીને ગળાના ભાગે ગંભીર ઈજા થતા નડિયાદ સિવિલમાં ખસેડાઈ છે. 


પોલીસે ઘટના અંગે તપાસ આરંભી


ઉમરેઠની આ ઘટના અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ કપલ એક દિવસ પહેલાં જ અહીં ભાડે રહેવા આવ્યું હતું. યુવક-યુવતી વચ્ચે અણબનાવ થતા યુવકે યુવતીના ગળે છરી ચલાવી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. તો સ્થાનિક લોકો પણ તેમના વિશે કંઈ જાણતા નથી. ઉમરેઠ પોલીસને આ અંગે જાણ થતાં ઘટના અંગે કાયદેસર કાર્યવાહી આરંભી છે, તથા અજાણ્યા યુવક યુવતી ક્યાંના છે તેની પણ તપાસ શરૂ કરી છે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...