ઉમા ભારતી પોતાના નિવેદનને કારણે ચર્ચામાં આવી છે. હિંદુ ધર્મને લઈ તેમણે એક ટિપ્પણી કરી હતી જેમાં તેમણે કહ્યું કે ભાજપ પાસે ભગવાન રામ, હનુમાન અથવા તો હિંદુ ધર્મ પર કોઈ પેટેન્ટ નથી. કોઈ પણ તેમના પર વિશ્વાસ કરી શકે છે. તેમણે કહ્યું કે રામ, તિરંગા, ગંગા અને ગાયમાં વિશ્વાસ બીજેપીએ નક્કી નથી કર્યો, બલ્કિ આ પહેલેથી જ તેમની અંદર છે. અંતર માત્ર એટલો છે કે અમારી આસ્થા રાજનીતિક લાભથી પર છે.
ભારત જોડો યાત્રા પીઓકેમાં કરવી જોઈએ - ઉમા ભારતી
ભાજપના નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મંત્રી ઉમાભારતીએ ફરી એક વખત વિવાદિત નિવેદન આપ્યું છે. રાહુલ ગાંધી અને ભારત જોડો યાત્રા પર નિશાન સાધતા કહ્યું કે દેશમાં આ યાત્રાની કોઈ જરૂરત નથી. તેમણે કહ્યું કે ભારત ટૂટ્યું ક્યારે હતું. તેમણે કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવી દીધી છે અને આખા ભારતને જોડી દીધું છે. રાહુલ ગાંધીએ આ યાત્રા પીઓકેમાં કરવી જોઈએ.
મધ્યપ્રદેશમાં કોંગ્રેસના સૂપડાં સાફ થશે - ઉમા ભારતી
રામ નામ પર થતી રાજનીતિ અંગે તેમણે નિવેદન આપ્યું કે રામનું નામ, હનુમાનનું નામ કે હિન્દુ ધર્મ પર બીજેપીની પેટન્ટ નથી. કોઈપણ વ્યક્તિ આના પર આસ્થા રાખે છે કે રાખી શકે છે. વધુમાં તેમણે કહ્યું કે રામ, તિરંગા, ગંગા અને ગાયો પર આસ્થા બીજેપીએ નક્કી નથી કરી. કોંગ્રેસ પણ પ્રહાર કર્યા કહ્યું કે મધ્યપ્રદેશમાં થનારી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના સૂપડા સાફ થઈ જશે.