UK : ગરબા બંધ કરાવવા આવેલી પોલીસ પોતે ગરબા કરવા લાગી, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો વીડિયો તમને પસંદ આવશે!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-02 09:56:23

ગુજરાતમાં નવરાત્રીનો પર્વ કેટલા ધામધૂમથી ઉજવવામાં આવે છે તે આપણે જાણીએ છીએ. નવરાત્રી દરમિયાન ગરબા સમગ્ર વિશ્વમાં આ તહેવાર મનાવવામાં આવે છે. વિદેશોમાં રહેતા ભારતીય મૂળના લોકો અથવા તો ગુજરાતીઓ આ તહેરવારને વિદેશની ધરતી પર ધામધૂમથી ઉજવે છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં પોલીસકર્મીઓ ગરબા કરતા દેખાય છે. આ પોલીસકર્મીઓ ભારતના નહીં પરંતુ યુકેના છે. જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં લખવામાં આવ્યું છે કે પોલીસ ગરબા બંધ કરાવા આવી હતી પરંતુ તે પણ તેમની સાથે ગરબા કરવા લાગી ગઈ.

વિદેશની ધરતી પર થાય છે ગરબાનું આયોજન 

નવરાત્રી દરમિયાન વિદેશની ધરતી પર ભારતીય મૂળના લોકો ગરબાનું આયોજન કરતા હોય છે. દેશથી દૂર પોતાના વતનને યાદ કરતા હોય છે. દેશમાં મનાવાતા તહેવારો ત્યાં લોકો ઉત્સાહ સાથે મનાવે છે. ગુજરાતના ગરબા સમગ્ર વિશ્વમાં ફેમસ છે. સોશિયલ મીડિયાની ભાષામાં વાત કરીએ તો ગરબા ખાલી મહોત્સવ નથી પરંતુ ગુજરાતી ઈમોશન છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં યુકેના પોલીસકર્મીઓ ગરબા કરતા દેખાય છે. 


અવાજને લઈ કરાઈ હતી પોલીસ ફરિયાદ

નવરાત્રી દરમિયાન યુકેમાં એક જગ્યા પર ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકો ગરબા આનંદથી ગાઈ - નાચી રહ્યા હતા. ત્યારે પાડોશીમાંથી કોઈએ પોલીસ ફરિયાદ કરી હતી. ઈન્સ્ટાગ્રામમાં itsajwavyની પોસ્ટ પ્રમાણે ગરબામાં થઈ રહેલા અવાજને કારણે ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદ થઈ એટલે પોલીસે આવવું પડ્યું. બેપોલીસ કર્મીઓ ત્યાં પહોંચ્યા. જોયું શું ચાલી રહ્યું હતું. લોકો આનંદમાં હતા, નાચી રહ્યા હતા એ જોઈને પોલીસને જોરજબરદસ્તી કરવાનું સારૂ ન લાગ્યું,.


પોલીસ પણ કરવા લાગી ગરબા!

આના પછી જે થયું એ જોવા જેવું હતું. એ પોલીસકર્મી ગરબા આયોજનને બંધ કરાવવા આવ્યા હતા તે જ ગરબા કરવા લાગ્યા. ગરબાએ તેમને આકર્ષિત કરી લીધા. તેઓ પોતાને રોકી ન શક્યા અને પોતે પણ ગરબાના તાલે નાચવા લાગ્યા. ગરબા તો કર્યા પરંતુ તેમણે ભગવાનની આરતી પણ કરી. ત્યારે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે બંને પોલીસકર્મીઓ આરતી કરતા દેખાય છે અને પછી ગરબા કરી રહ્યા છે. ગરબા બાદ ડાંડિયા પણ પોલીસકર્મીઓ કરતા દેખાય છે. ગરબા સ્ટેપને મેચ કરવાની કોશિશ તેઓ કરી રહ્યા છે. 

ઉદ્યોગપતિએ વીડિયો કર્યો હતો ટ્વિટ 

આવો એ જ એક વીડિયો આનંદ મહિન્દ્રાએ પણ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો છે જેમાં અમેરિકી પોલીસ ભારતીયો સાથે ગરબા કરી રહ્યા છે. સ્ટેપ મેચ કરવાની કોશિશ પોલીસ કરી રહી છે. તે વીડિયો ન્યુયોર્ક શહેરનો છે. મહત્વનું છે કે આ વીડિયો હમણાનો નથી તે 2018નો છે.   



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?