તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર અને દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) સરકારમાં મંત્રી ઉદયનિધિ સ્ટાલિને એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ઉદયનિધિ સ્ટાલિને શનિવારે કહ્યું કે સનાતન ધર્મ મેલેરિયા અને ડેન્ગ્યુ જેવો છે. તેથી જ તેનો વિરોધ ન કરવો જોઈએ પરંતુ તેને સંપૂર્ણપણે નાબૂદ કરવો જોઈએ. ઉદયનિધિના આ સનાતન હિન્દુ ધર્મ વિરોધી નિવેદનને લઈ રાજનીતિ શરૂ થઈ ગઈ છે અને તેમના પર ચારેબાજુથી શાબ્દિક હુમલા કરવામાં આવી રહ્યા છે.
સનાતન ધર્મને સમાપ્ત કરો
ઉદયનિધિ સ્ટાલિને ચેન્નાઈના થેનામપેટમાં તમિલનાડુ પ્રોગ્રેસિવ રાઈટર્સ આર્ટિસ્ટ એસોસિએશન દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આ કાર્યક્રમનું શીર્ષક હતું – સનાતન ઓઝિપ્પૂ માનાડૂ એટલે કે સનાતનને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટેનું પરિષદ. આ કોન્ફરન્સમાં ઉદયનિધિએ કહ્યું કે "કેટલીક બાબતો એવી છે જેને આપણે ખતમ કરવી પડશે. અમે માત્ર વિરોધ કરી શકતા નથી. મચ્છર, ડેન્ગ્યુ તાવ, મેલેરિયા, કોરોના, આ બધી એવી વસ્તુઓ છે જેનો આપણે વિરોધ કરી શકતા નથી. આપણે તેમને સમાપ્ત કરવા પડશે. સનાતન ધર્મ પણ આવો છે. ઉદયનિધિએ કહ્યું કે સનાતન ધર્મને નાબૂદ કરવા માટે આ સંમેલનમાં મને બોલવાની તક આપવા બદલ હું આયોજકોનો આભાર માનું છું. X (અગાઉ ટ્વિટર) પર શેર કરવામાં આવેલ તેમના ભાષણની એક વિડિયો ક્લિપમાં તેમણે કહ્યું, "હું આયોજકોને 'સનાતન ધર્મનો વિરોધ' કરવાને બદલે 'સનાતન ધર્મને નાબૂદ કરો' કહેવા બદલ અભિનંદન આપું છું. ઉદયનિધિએ કહ્યું કે આપણું પ્રથમ કાર્ય સનાતન ધર્મનો નાશ કરવાનું હોવું જોઈએ. સનાતન શું છે? સનાતન નામ સંસ્કૃતમાંથી આવ્યું છે. સનાતન સમાનતા અને સામાજિક ન્યાયની વિરુદ્ધ છે. સનાતનનો અર્થ 'સ્થાયીત્વ' સિવાય બીજું કંઈ નથી. તે બદલી શકાતું નથી. કોઈ પ્રશ્ન કરી શકે નહીં. આ જ સનાતનનો અર્થ છે."
'ભાજપનું એક દેશ, એક ધર્મ અને એક ભાષા પર જોર'
ઉદયનિધિ સ્ટાલિને વધુમાં કહ્યું કે કેન્દ્રની ભાજપ સરકાર શરૂઆતથી જ એક દેશ, એક ધર્મ અને એક ભાષા પર જોર આપી રહી છે અને ડીએમકે તેનો વિરોધ કરતી રહેશે. મુંબઈમાં વિપક્ષી ગઠબંધન I.N.D.I.A.ની ત્રીજી બેઠકમાં વિશેષ સમિતિ બનાવવા અંગેના પ્રશ્ન પર તેમણે કહ્યું કે તેઓ (ભાજપના નેતાઓ) ડરી ગયા છે. નીતિવિષયક મતભેદો હોવા છતાં અમે ભાજપ સરકારને પછાડવા માટે સાથે આવ્યા છીએ. તેમણે કહ્યું કે 'I.N.D.I.A.' ગઠબંધનથી બીજેપીમાં ભય પેદા થયો છે અને આ કારણથી જ ભાજપને વિશેષ સંસદીય સત્ર બોલાવવું પડ્યું છે.
Bring it on. I am ready to face any legal challenge. We will not be cowed down by such usual saffron threats. We, the followers of Periyar, Anna, and Kalaignar, would fight forever to uphold social justice and establish an egalitarian society under the able guidance of our… https://t.co/nSkevWgCdW
— Udhay (@Udhaystalin) September 2, 2023
ઉદયનિધિએ કર્યો ખુલાસો
Bring it on. I am ready to face any legal challenge. We will not be cowed down by such usual saffron threats. We, the followers of Periyar, Anna, and Kalaignar, would fight forever to uphold social justice and establish an egalitarian society under the able guidance of our… https://t.co/nSkevWgCdW
— Udhay (@Udhaystalin) September 2, 2023આ મામલે સમગ્ર દેશમાં ઉગ્ર વિવાદ થતા ઉદયનિધિએ સોશિયલ મીડિયા પર તેના વિશે સ્પષ્ટતા કરી અને કહ્યું કે તેણે સનાતન ધર્મમાં માનનારાઓના નરસંહાર વિશે વાત કરી નથી. તેમણે કહ્યું, "મેં ક્યારેય સનાતન ધર્મનું પાલન કરનારાઓના નરસંહારની અપીલ કરી નથી. સનાતન ધર્મ એ એક સિદ્ધાંત છે જે જાતિ અને ધર્મના નામે લોકોને વિભાજિત કરે છે. માનવતા અને સમાનતાને જાળવી રાખવા માટે સનાતન ધર્મને ઉખેડી નાખવો છે." તેમણે લખ્યું, "હું મારા નિવેદન પર અડગ છું. મેં આ વાતો હાંસિયામાં ધકેલાઈ ગયેલા અને સનાતન ધર્મના કારણે પીડાતા લોકોના પ્રતિનિધિ તરીકે કહી છે. હું પેરિયાર અને આંબેડકરના સનાતન ધર્મ પરના કાર્ય અને સમાજ પર તેની નકારાત્મક અસરની ટીકા કરું છું. તેમનું ઊંડું સંશોધન તમારી સામે મૂકવા તૈયાર છું."