યુનિફોર્મ સિવિલ કોડ મુદ્દે સમગ્ર દેશમાં ચર્ચાઓ જોર પર છે. આ દરમિયાન મોદી સરકારને વધુ એક પાર્ટીએ સમર્થન આપ્યું છે. શિવસેના યુબીટી સંસદમાં યુનિફોર્મ સિવિલ કોડનું સમર્થન કરશે. સંજય રાઉતને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે પાર્ટી હંમેશા UCCને સમર્થન આપવાનું વિચારી રહી છે પરંતુ અંતિમ નિર્ણય ડ્રાફ્ટ તૈયાર થયા બાદ લેવામાં આવશે. જો સરકાર સાથે જોડાયેલા સૂત્રોનું માનીએ તો સરકાર આગામી ચોમાસુ સત્રમાં સંસદમાં UCC પર બિલ લાવી શકે છે.
અગાઉ ઉદ્ધવ ઠાકરેએ પણ કરી આ ટકોર
અગાઉ બુધવારે, ઉદ્ધવ ઠાકરેએ મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સભ્યોને કહ્યું હતું કે તેમની પાર્ટી UCCને સમર્થન આપે છે. પરંતુ વિવિધ સમુદાયો પર કાયદાની સંભવિત અસર અંગે કેન્દ્ર સરકાર તરફથી સ્પષ્ટતાની જરૂર છે. તેમણે એવી પણ ચેતવણી આપી હતી કે મોદી સરકારના પગલાનો હેતુ દેશમાં સાંપ્રદાયિક તણાવ ફેલાવવાનો છે. તેમણે MPLBને વિનંતી કરી કે તેઓ આ યુક્તિઓને વશ ન થાય અને સાંપ્રદાયિક સૌહાર્દ માટે કામ કરે.