યુનિફોર્મ સિવિલ કોડ મામલે મોદી સરકારને AAPનું મળ્યું સમર્થન, જાણો શું કહ્યું પાર્ટીના નેતા સંદીપ પાઠકે


  • Published By :
  • Published Date : 2023-06-28 16:38:09

દેશમાં હાલ યુનિફોર્મ સિવિલ કોડની ચર્ચા ચાલી રહી છે. મોદી સરકાર આ ચોમાસુ સત્રમાં બિલ લાવવાની તૈયારીઓ કરી રહી છે. જો કે વિરોધ પક્ષો સમાન નાગરિક સંહિતાનો જોરશોરથી વિરોધ કરી રહ્યા છે, ત્યારે આમ આદમી પાર્ટી આને લઈ સમર્થન વ્યક્ત કર્યુ છે. આપ નેતા સંદીપ પાઠકે યુનિફોર્મ સિવિલ કોડને સમર્થન આપવાની સાથે એ સલાહ પણ આપી છે કે તમામ ધર્મો, સંપ્રદાયો અને રાજકીય પાર્ટીઓ સાથે ઉચ્ચ સ્તરે બેઠક કરી સર્વ સંમતી બનાવવી જોઈએ. 


ઉચ્ચ સ્તરે ચર્ચા થવી જોઈએ


આપ નેતા સંદીપ પાઠકે મીડિયા સાથે ચર્ચા કરતા કહ્યું કે સૈદ્ધાંતિક રીતે અમે યુનિફોર્મ સિવિલ કોડના સમર્થનમાં છિએ. બંધારણની કલમ 44 પણ તેનું સમર્થન કરે છે કે દેશમાં યૂસીસી લાગુ થવી જોઈએ. જો કે આ એક એવો મુદ્દો છે કે જે તમામ ધર્મ અને સંપ્રદાય સાથે સંકળાયેલો છે, તેથી અમે ઈચ્છીએ છીએ કે આ મામલે ઉચ્ચ સ્તરે ચર્ચા થવી જોઈએ.  


સત્તાવાદી વલણ યોગ્ય નથી 


AAPના સંગઠન મહાસચિવ સંદીપ પાઠકે  વધુમાં કહ્યું કે તમામ ધર્મ, સંપ્રદાય અને રાજકીય પાર્ટીઓ સાથે ચર્ચા થવી જોઈએ. કેટલાક મુદ્દા એવા હોય છે કે તેને આગામી સમયમાં પલટી શકાય નહીં. કેટલાક એવા મુદ્દા પણ હોય છે કે જે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. આવા મુળભુત મુદ્દાઓ પર સત્તાવાદી વલણ યોગ્ય નથી, વાઈડર કન્સલ્ટેશનની જરૂર છે. તમામ લોકો સાથે ચર્ચા કરીને સર્વ સંમતી બનાવવી જોઈએ તેવું મારૂં માનવું છે.   



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?