ભારત સૌથી ખરાબ ડ્રાઈવરોવાળો દુનિયાનો ચોથો દેશ, ઉબેર ટ્રાવેલ ઇન્ડેક્સ રિપોર્ટમાં થયો ઘટસ્ફોટ


  • Published By :
  • Published Date : 2023-02-22 19:03:18

ભારતના રસ્તાઓ પર વાહનોની સંખ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે અને 2022ના આંકડા મુજબ દેશમાં લગભગ 14 થી 15 કરોડ કાર છે. દેશમાં કારની વધતી સંખ્યા સાથે, માર્ગ અકસ્માતો પણ વધી રહ્યા છે જેમાં મોટાભાગના અકસ્માતો ખરાબ ડ્રાઇવિંગ, સીટ બેલ્ટ ન પહેરવાને કારણે થાય છે. પરંતુ તાજેતરના રિપોર્ટ મુજબ, ભારત વિશ્વમાં સૌથી ખરાબ ડ્રાઈવરો ધરાવતા દેશની યાદીમાં ભારત ચોથા નંબર પર છે.


ઉબેરના ટ્રાવેલ ઇન્ડેક્સ રિપોર્ટમાં ખુલાસો


ઉબેરે તેનો વાર્ષિક ટ્રાવેલ ઇન્ડેક્સ બહાર પાડ્યો છે જેને કંપનીએ રાઇડિંગ વિથ ઇન્ટરસિટી નામ આપ્યું છે. આ વાર્ષિક ટ્રાવેલ ઈન્ડેક્સ રિપોર્ટમાં, સંસ્થા વિશ્વના શ્રેષ્ઠ અને સૌથી ખરાબ ડ્રાઈવરોની યાદી તૈયાર કરવા માટે 50થી વધુ દેશોમાં ડ્રાઈવરોનો અભ્યાસ કરે છે.


આ માપદંડોના આધારે તૈયાર થયો રિપોર્ટ


ઉબેર વાર્ષિક ટ્રાવેસ ઈન્ડેક્સમાં જે બાબતો પર ફોકસ રાખીને એનાલિસીસ કરવામાં આવ્યું તેને ટ્રાફિક જાગૃતી અને ટ્રાફિક સંબંધીત ચિંતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, કારણ કે ડ્રાઇવિંગ ક્ષમતા માપવી મુશ્કેલ છે. આ ઉપરાંત, રસ્તાની સ્થિતિ, ગતિ મર્યાદા, લીગ બ્લડ આલ્કોહોલનું લેવલ જેવી અનેક બાબતોને ધ્યાનમાં લેવામાં આવી હતી.


થાઈલેન્ડના ડ્રાઈવરો સૌથી ખરાબ


ઉબેર વાર્ષિક ટ્રાવેલ ઇન્ડેક્સ અનુસાર, થાઇલેન્ડ વિશ્વના સૌથી ખરાબ ડ્રાઇવરો અને વિશ્વમાં સૌથી ખરાબ ટ્રાફિક ધરાવતા દેશોની યાદીમાં ટોચ પર છે. સૌથી ખરાબ ડ્રાઈવરો ધરાવતા દેશોમાં પેરુ બીજા નંબરે અને લેબનોન ત્રીજા નંબરે છે.


ભારતને ચોથું સ્થાન મળ્યું  


ભારતને 2.34ના સ્કોર સાથે સૌથી ખરાબ ડ્રાઈવરો ધરાવતા દેશોની યાદીમાં ભારત ચોથું સ્થાન મળ્યું છે. ભારતને મળેલા આ રેન્કિંગનું કારણ અહીંના નિયમો અને અમલીકરણની શિથિલતા મુખ્ય કારણ છે.


જાપાનના ડ્રાઇવરો સૌથી શ્રેષ્ઠ 


સર્વશ્રેષ્ઠ ડ્રાઈવરો ધરાવતા દેશોની યાદીમાં જાપાન 4.57ના સ્કોર સાથે ટોચ પર છે. બીજા નંબરે નેધરલેન્ડ, ત્રીજા નંબરે નોર્વે, ચોથા નંબરે એસ્ટોનિયા અને પાંચમા નંબરે સ્વીડન છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.