તાજેતરમાં જ સુપ્રીમ કૉર્ટના મુખ્ય ન્યાયામૂર્તિ પદે બીરાજેલા ભારતના 49મા મુખ્ય ન્યાયમૂર્તિ યુયુ લલીતે જૂના કેસને પતાવવા માટે 1 સપ્ટેમ્બરથી નવી સિસ્ટમ ઉભી કરવાની જાહેરાત કરી દીધી છે.
સોલિસિટર જનરલ તુષાર મહેતાને જણાવતા યુયુ લલીતે જણાવ્યું હતું કે જૂના કેસનો ઝડપથી નિકાલ કરવા માટે સુપ્રીમ કૉર્ટમાં ગુરુવારથી નવા બદલાવ કરવામાં આવશે. તેમણે તમામ કેસને ચેંબરમાં દાખલ કરવાનો આદેશ કર્યો હતો અને સૂચન આપ્યું હતું કે જરૂર જણાશે તો કેસને યોગ્ય રીતે સૂચિબદ્ધ કરવામાં આવશે. 10 દિવસની અંદર મહત્વના કેસને વિશેષ કેસની અંદર રાખવામાં આવશે અને ઝડપથી નિકાલ કરવાની સિસ્ટમ તૈયાર કરવામાં આવશે.
કેવી રીતે જૂના કેસનો નિકાલ કરશે ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ?
શપથ ગ્રહણના પહેલા જ દિવસે મુખ્ય ન્યાયમૂર્તિ યુયુ લલીતે જાહેરાત કરી હતી કે તેઓ તમામ કેસને 10 દિવસની અંદર પારદર્શક ઢબે સૂચિબદ્ધ કરશે. જેના કારણે સુપ્રીમ કૉર્ટને ખબર પડશે કે કયા કેસને કઈ તારીખે લિસ્ટીંગ કરવામાં આવશે. 1 સપ્ટેમ્બર બાદ નવી સિસ્ટમને લાગુ કરવામાં આવશે અને મહત્વના કેસને પ્રધાન્યતા આપીને કેસનો ઝડપથી નિકાલ કરવામાં આવશે.
કોણ છે દેશના 49મા મુખ્ય ન્યાયમૂર્તિ?
9 સપ્ટેમ્બર 1957ના રોજ મહારાષ્ટ્રના સોલાપુરમાં જન્મેલા યુયુ લલીતનું પૂરું નામ છે ઉદય ઉમેશ લલીત. વકીલાતના અભ્યાસ બાદ વર્ષ 1983માં તેમણે બોમ્બે હાઈકોર્ટમાં વકીલાત શરૂ કરી હતી. ત્રણ વર્ષની વકીલાત બાદ તેઓ દિલ્લી આવી ગયા હતા અને 1992માં તેમણે સુપ્રીમ કૉર્ટમાં વકીલાત શરૂ કરી હતી. તેમના ધર્મ પત્ની સ્કૂલ ચલાવે છે અને ચાર પેઢીથી તેમનો પરિવાર વકીલાત સાથે જોડાયેલો છે. 90 વર્ષના તેમના પિતા ઉમેશ રંગનાથ લલીત પણ વડી અદાલતમાં મુખ્ય ન્યાયમૂર્તિ છે. ત્રણ તલાકને ગેરબંધારણીય જાહેર કરાનાર બંધારણીય પીઠના પાંચ સભ્યોમાંથી યુયુ લલીત એક હતા. તેમણી જ બંધારણીય પીઠે 'ગુડ ટચ બેડ ટચ'નો મહત્વનો ચુકાદો આપ્યો હતો.