નોકરીમાંથી કાઢી મૂકાતા બે કારીગરોએ કરી માલિકની હત્યા, પોલીસે આરોપીઓની કરી ધરપકડ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-12-25 17:22:32

સુરતમાં એક એવી ઘટના બની છે જેણે લોકોને હચમચાવી દીધા છે. અમરોલી વિસ્તારમાં આવેલા એમ્બ્રોડરી કારખાનામાં બે લોકોએ આવી ત્રણ લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે. મળતી માહિતી અનુસાર આ વેદાંત ટેક્સો નામના એમ્બ્રોડરી કારખાનામાં બની છે. કારખાનામાં બે લોકો ચપ્પુ તેમજ ઘાતક હથિયારો સાથે આપી પહોંચ્યા અને કારખાનાના માલિક, પુત્ર સહિત 3 લોકોની હત્યા કરી દીધી. 


સુરતમાં સર્જાયો અફરાતફરીનો માહોલ

સુરતમાં ત્રિપલ મર્ડર હત્યાની ઘટના બની છે. પ્રાપ્ત વિગતો અનુસાર સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા એમ્બ્રોડરી કારખાનાના માલિકે અમુક લોકોને નોકરીમાંથી કાઠી મૂક્યા હતા. નોકરીમાંથી નિકાળી મૂકાતા મારામારીની ઘટના સર્જાઈ છે. કારખાનામાં ઘૂસી બે લોકોએ કારખાનાના માલિક, તેમના પુત્ર સહિત ત્રણ લોકોની હત્યા કરી નાખી. ઘાતક હથિયારો અને ચપ્પુ લઈ કારખાનામાં બે લોકો દાખલ થયા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. આ ઘટનાને કારણે સુરતમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.     


નોકરીમાંથી કાઢી મૂકાતા કરી હત્યા 

આ ઘટનાને લઈ પોલીસ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડતા થઈ ગયા છે. હોસ્પિટલ ખાતે વીનુ મોરડિયા, ધારાસભ્ય કુમાર કાનાણી સહિતના નેતાઓ પહોંચી ગયા હતા. આ ઘટનાને અંજામ આપનાર આરોપીને પકડી પાડ્યા હતા. આ ઘટનાને પગલે સુરત ક્રાઈમ બ્રાંચ સહિતની પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. કારખાનામાં કામ કરતા કારીગરોની પોલીસે ધરપકડ કરી છે. 


ઘટના બાદ ધારાસભ્ય હોસ્પિટલ દોડી આવ્યા 

આ ઘટનાની જાણ થતાં સુરતમાં ચકચાર મચી ગયો હતો. ઘટનાને પગલે હોસ્પિટલ બહાર મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ તેમજ સ્થાનિક લોકો એકત્ર થઈ ગયા હતા. ત્રિપલ મર્ડર ઘટનાને અંજામ આપનાર બે આરોપીને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે. હત્યા કરી આરોપી ફરાર થઈ ગયા હતા. સીસીટીવીમાં આ સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હતી તે બાદ ફૂટેજના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી અને પોલીસે કાર્યવાહી કરી હતી.                




વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...