મંદીના એંધાણ વચ્ચે અમદાવાદમાં આજે 6100 ટુ વ્હીલર અને 2200 જેટલા ફોર વ્હીલરનું વેચાણ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-05 16:25:01

કોરોના કાળ દરમિયાન ઓટો મોબાઈલ સેક્ટર લગભગ ઠપ થઈ ગયુ હતું. કોરોના મહામારીને કારણે ઓટો મોબાઈલ સેક્ટરમાં ભારે મંદી જોવા મળી હતી જેથી વાહનોના વેચાણમાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો. જો કે હવે બે વર્ષ પછી ઓટોમોબાઈલ સેક્ટર પુનર્જીવિત થયું છે.  આજે દશેરાના દિવસે અમદાવાદમાં આજે 6100 ટુ વ્હીલર અને 2200 જેટલા ફોર વ્હીલરનું વેચાણ થયું, આ વખતે મોટરકારના શોખિન ગ્રાહકોમાં SUV કારની ડિમાન્ડ  સૌથી વધુ જોવા મળી છે.


અમદાવાદમાં વાહનોનું વેચાણ 30થી 35 ટકા વધ્યું 


અમદાવાદ શહેરમાં ગયા વર્ષ કરતા આ વર્ષે દશેરાના તહેવારમાં વાહનોના વેચાણમાં વધારો જોવા મળ્યો છે. સવારથી જ ટુ વ્હિલર અને ફોર વ્હિલકના શો- રૂમમાં લોકોની ભીડ જોવા મળી હતી. આજે દશેરાના દિવસે અમદાવાદમાં 30થી 35 ટકા વાહન વેચાણ વધ્યું છે. શહેરમાં 6100 ટુ વ્હીલર અને 2200 જેટલા ફોર વ્હીલરનું વેચાણ થયું છે. જ્યારે ઈલેક્ટ્રીક વ્હીકલની વાત કરીએ તો વર્ષ 2019થી વર્ષ 2022 સુધીમાં 1%થી લઈ 4% સુધીનો વધારો થયો છે. જોકે ઈલેક્ટ્રીક વ્હીકલમાં ગત વર્ષ કરતાં આ વખતે તેના વેચાણમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે.


દશેરાના દિવસે જ વાહનોની ખરીદી શા માટે?


ભારતમાં પ્રાચીન સમયથી જ દશેરાના તહેવારનું અનેરૂ મહાત્મ્ય રહ્યું છે. દશેરા એટલે કે વિજ્યાદશમીને શાસ્ત્રોમાં વણજોયું મુહૂર્ત માનવામાં આવે છે. આવા શુભ મુહૂર્તના દિવસે જ ક્ષત્રિયો  શસ્ત્રપૂજા કરે છે. દશેરાના દિવસે નવા વાહનોની ખરીદી કરવી શુભ મનાય છે. આ દિવસે જ વાહનોની પૂજા પણ કરવામાં આવે છે. 




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?