જાપાનમાં ફરી એક વખત બે વિમાન એકબીજા સાથે ટકરાયા છે. આ ટક્કર કોરિયન એર લાઈન્સ અને કેથે પેસેફિક એરવેઝના વિમાનો વચ્ચે થઈ છે. જાપાની મીડિયાએ કહ્યું કે કોઈ પણ વિમાનમાં કોઈ પેસેન્જર ઘાયલ થયા હોવાના સમાચાર નથી. આ અકસ્માત જાપાનના ઉત્તરી દ્વીપ હોક્કાઈડોના ન્યૂ ચિટોસ એરપોર્ટ પર થયો હતો. એરલાઈન્સના એક અધિકારીઓ જણાવ્યું કે કોરિયન એરની ઉડાનમાં 289 પેસેન્જર અને ક્રૂ મેમ્બર સવાર હતા.
હોક્કાઈડોના એરપોર્ટ થયો અકસ્માત
કોરિયન એરપોર્ટના એક અધિકારીએ કહ્યું કે કોરિયન એર લાઈન્સ અને કેથે પેસેફિક એરવેઝના બે વિમાનોની પાંખો ઉત્તરના ટાપુ હોક્કાઈડોના ન્યૂ ચિટોસ એરપોર્ટ પર એકબીજા સાથે ટકરાઈ હતી. આ દુર્ઘટનાનું મુખ્ય કારણ એરપોર્ટના રનવે પર જામેલો બરફ હોવાનું માનવામાં આવે છે. જાપાની મીડિયાના રિપોર્ટમાં કેથે પેસેફિક વિમાનમાં પેસેન્જરો હતો કે નહીં તે અંગે પરસ્પર વિરોધી જાણકારી સામે આવી રહી છે. કેથે પેસેફિક એરવેઝે દુર્ઘટના અંગે કોઈ નિવેદન આપ્યું નથી.
【現地の様子】#注意喚起 北海道 #新千歳空港 で大韓航空機とキャセイパシフィック機が接触事故 現地は大雪で乱れ1月16日 #空港 #飛行機 #北海道 #大雪 : 事件事故・災害速報ニュース https://t.co/SiW46Bja3w #千歳市 #飛行機事故 #札幌 #大雪警報 pic.twitter.com/lc3wVrSK3A
— 災害火災画像速報ニュース2 (@Gt8VUlzRG7buafO) January 16, 2024
કઈ રીતે સર્જાયો અકસ્માત?
【現地の様子】#注意喚起 北海道 #新千歳空港 で大韓航空機とキャセイパシフィック機が接触事故 現地は大雪で乱れ1月16日 #空港 #飛行機 #北海道 #大雪 : 事件事故・災害速報ニュース https://t.co/SiW46Bja3w #千歳市 #飛行機事故 #札幌 #大雪警報 pic.twitter.com/lc3wVrSK3A
— 災害火災画像速報ニュース2 (@Gt8VUlzRG7buafO) January 16, 2024કોરિયન એરવેઝના અધિકારીએ કહ્યું કે આ ઘટના ત્યારે સર્જાઈ જ્યારે ટોઈંગ કાર ટેક ઓફથી પહેલા કોરિયન એરના વિમાનને પાછળની તરફ ધકેલી રહી હતી. આ દરમિયાન તે જમીન પર બરફના કારણે ફસડાઈ ગઈ, તેથી વિમાનની પાંખો કેથે પેસેફિક વિમાનના જમણી બાજુની પાંખો સાથે ટકરાઈ ગઈ હતી. આ દુર્ઘટના બાદ વિમાનને તાત્કાલિક તપાસ માટે રોકી દેવામાં આવ્યું હતું.