રખડતા ઢોર તેમજ રખડતા શ્વાનને કારણે બે લોકોએ ગુમાવ્યા જીવ, જીવના જોખમ પર લોકો નીકળે છે રસ્તા પર!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-27 13:12:12

રાજ્યમાં એક તરફ રાહદારીઓને ફૂલ સ્પીડમાં આવતા વાહનોથી ખતરો છે તો બીજી તરફ રખડતાં ઢોર તેમજ શ્વાનને કારણે લોકોના જીવ જોખમમાં મૂકાય છે. છેલ્લા ઘણા સમયથી અનેક લોકો રખડતાં શ્વાન તેમજ ઢોરના હુમલાનો શિકાર બન્યા છે. ત્યારે આજે પણ બે લોકોના મોત તેમની અડફેટે આવતા થયા છે. ભાવનગરથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં વાહનચાલક રખડતાં ઢોરની અડફેટે આવી ગયા છે. તો બીજો કિસ્સો વડોદરાથી સામે આવ્યો છે. જેમાં રખડતા શ્વાનના હુમલાનો ભોગ એક વ્યક્તિ બન્યો છે.     

  

રસ્તાની વચ્ચોવચ બેઠેલા દેખાય છે ઢોર    

આપણે ત્યાં પહેલા કહેવત હતી કે દીકરીને ગાય દોરે ત્યાં જાય.. મતલબ જ્યાં તમે લઈ જાવ ત્યાં તે જાય.. પરંતુ આજના જમાનામાં સમય બદલાયો છે. અહીંયા વાત દીકરીની નહીં પરંતુ ગાયની કરવી છે. પહેલાના સમયમાં એક ફોટો આપણે જોતા હતા કે ગોવાળિયાની પાછળ ગાયો જાય છે, પરંતુ આજના જમાનામાં જ્યાં ગાય જાય છે ત્યાં તેની સાથે આયેલા લોકો જાય છે. જો ગાય રોંગ સાઈડમાં ઘૂસી હોય તો રોંગ સાઈડ પર તેની પાછળ જવાનું. રખડતાં શ્વાન તેમજ રખડતાં ઢોરનો આતંક સતત વધતો જઈ રહ્યો છે. બે લોકોના મોત તેમના હુમલાને કારણે થયા છે. 


રખડતા ઢોરને કારણે બે લોકોએ ગુમાવ્યો જીવ

એક ઘટના વડોદરામાં બની છે જ્યાં રખડતાં શ્વાનના હુમલાને કારણે નિલેશ સપકાળ નામના વ્યક્તિનું મોત થયું છે. કારવણ અને ડભોઈ વચ્ચેના રસ્તેથી તેઓ પસાર થઈ રહ્યા હતા ત્યારે શ્વાન રસ્તાની આડે આવતા બાઈક સ્લીપ થઈ ગયું હતું. સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત થઈ ગયું હતું. બીજી એક ઘટના ભાવનગરથી સામે આવી છે. શુભમ ડાભી નામનો વ્યક્તિ પોતાના બાઈક પર જઈ રહ્યો હતો ત્યારે ઘોઘા રોડ ચકુ તલવાડી પાસે સાંઢે બાઈક ચાલકને અડફેટે લીધો હતો. આવી ઘટના સર્જાતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત થઈ ગયું હતું. મહત્વનું છે દિવસેને દિવસે આવી ઘટનાઓ બની રહી છે. અનેક નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. 




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?