હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. નાની નાની ઉંમરે લોકો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. કોરોના બાદ તો ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં યુવાનો હાર્ટ એટેકનો શિકર બનતા હોય છે. કોઈ ડાન્સ કરતા કરતા તો કોઈ યોગા કરતા કરતા મોતને ભેટી રહ્યા છે. ત્યારે વડોદરામાં એક યુવાન વિદ્યાર્થીનું નિધન હાર્ટ એટેકને કારણે થયું છે. એમ.એસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં દીપ અભ્યાસ કરતો હતો. વિદ્યાર્થીઓ પણ મોતને ભેટી રહ્યા છે. બીજો એક કિસ્સો રાજકોટથી સામે આવ્યો છે.
એમ.એસ.યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીનું થયું હાર્ટ એટેકને કારણે મોત
કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ પણ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. થોડા સમય પહેલા એક વિદ્યાર્થીનીનું મોત હાર્ટ એટેકને કારણે થયું હતું. તે બાદ એક વિદ્યાર્થીનું મોત ગુરૂ પૂર્ણિમાના દિવસે હાર્ટ એટેકને કારણે થયું હતું. ત્યારે વધુ એક યુવાનનો ભોગ હાર્ટ એટેકનો ભોગ બન્યો છે. વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીનું મોત હૃદલ હુમલાને કારણે થયું છે.
સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ પણ બની રહ્યા છે હાર્ટ એટેકનો શિકાર
જે વિદ્યાર્થીનું મોત થયું છે તેનું નામ દીપ ચૌધરી છે. પોતાના મિત્રોને મળવા તે હોસ્ટેલમાં ગયો હતો તે દરમિયાન મિત્રો સાથે વાતો કરતા કરતા તે ઢળી પડ્યો. જે બાદ તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેને મૃત જાહેર કરી દીધા હતા. વિદ્યાર્થીના મોતથી પરિવારમાં તેમજ મિત્રોમાં દુખની લાગણી પ્રસરી છે. મહત્વનું છે કે પહેલા એવું માનવામાં આવતું હતું કે હાર્ટ એટેક માત્ર મોટી ઉંમરના લોકોને જ આવે છે, પરંતુ ધીમે ધીમે યુવાનો હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. શાળામાં ભણતા વિદ્યાર્થીઓ પણ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. હાર્ટ એટેકના વધતા કિસ્સાઓને જોતા લાગે છે કે જીવનનો કોઈ ભરોસો રહ્યો નથી.
રાજકોટથી પણ સામે આવ્યો હાર્ટ એટેકનો કિસ્સો
રાજકોટથી પણ હાર્ટ એટેકને કારણે મોત થયા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ મહાનગરપાલિકામાં આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર તરીકે કામ કરતા વી.વી પટેલનું મોત પણ હાર્ટ એટેકને કારણે થયું છે. તાત્કાલિક સારવાર મળે તે માટે તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પરંતુ ત્યાં હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કરી દીધા હતા. જે ટાઉન પ્લાનરનું નિધન હાર્ટ એટેકને કારણે થયું છે તેમની બદલી થોડા સમય પહેલા જ થઈ હતી. પરિવારમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે. મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના કિસ્સાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે.