સુરેન્દ્રનગરમાં એક જ દિવસમાં બે લોકોના હાર્ટ એટેકથી મોત, ઇમર્જન્સી સારવારના અભાવને મુદ્દે લોકોમાં રોષ


  • Published By :
  • Published Date : 2023-11-15 16:33:58

ગુજરાતમાં કોરોના કાળ બાદ હાર્ટ એટેકના કિસ્સા વધી રહ્યા છે, અબાલ-વૃધ્ધ અને યુવાનો હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે.  રાજ્યમાં હાર્ટ એટેકથી મોતનો સીલસીલો નવા વર્ષે પણ યથાવત રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં એક જ દિવસે બે લોકોના મોત થયા છે. ઉલ્લેખનિય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા એક જ મહિનામાં 15થી વધુ લોકોનું હાર્ટ એટેકથી મોત થયું છે. જિલ્લામાં વધી રહેલા હાર્ટ એટેકથી સ્થાનિક લોકો પણ ચિંતિંત બન્યા છે, તેમણે જિલ્લામાં આરોગ્ય સુવિધાના અભાવને લઈ તંત્ર સામે ઉગ્ર અસંતોષ વ્યક્ત કર્યો હતો.


હાર્ટ એટેકથી માહોલ ગમગીન 


સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં આવેલા ડેરવાળા ગામે રહેતા આધેડ નીરુભા રાણાને અચાનક જ છાતીમાં દુખાવો ઉપડતા થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પરતું ફરજ પરના ડોક્ટરે આધેડને મૃત જાહેર કર્યા હતા. આ જ પ્રકારે હાર્ટ એટેકની બીજી ઘટના લખતર તાલુકાના લીલાપુરમાં બની હતી. ગામની એક મહિલાને પણ હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું હતું. હ્રદય રોગના હુમલાના પગલે મોતને ભેટેલા બંને લોકોના પરિવારજનો હાલ શોકમગ્ન બન્યા છે. પરિવારજનોના કરૂણ આક્રંદથી માહોલ ગમગીન બન્યો હતો.


લોકોમાં ભારે આક્રોશ 


સુરેન્દ્રનગર જિલ્લામાં વધી રહેલી હાર્ટ એટેકની ઘટનાઓના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સાથે જ જિલ્લામાં ઇમર્જન્સી સારવારનો અભાવ મોત પાછળ જવાબદાર હોવાનું લોકોએ જણાવ્યું હતું. લોકોના જણાવ્યા પ્રમાણે અમુક વિસ્તારમાં રોડ, રસ્તા અને આરોગ્યની સુવિધા ન હોવાથી ઇમરજન્સી કેસમાં દર્દીને મોટા શહેરોમાં લઈ જવાની સ્થિતી સર્જાય છે. જે સમયસર ન મળતા અમુક કિસ્સા દર્દી મોતને ભેટે છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?