Rajasthanના કોટામાં વધુ બે વિદ્યાર્થીઓએ ટૂંકાવ્યું જીવન, છેલ્લા એક મહિનામાં 5 વિદ્યાર્થીઓએ કરી આત્મહત્યા! જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-28 11:44:11

આત્મહત્યા કરી વિદ્યાર્થીઓ પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે. રાજસ્થાનના કોટામાં બે વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગયો છે. રવિવારે મેડિકલ એન્ટરન્સ એક્ઝામની તૈયારીઓ કરી રહેલા બે વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી જીવનનો અંત કરી દીધો છે. આ મામલે મળતી વિગતો અનુસાર મરનાર વિદ્યાર્થીઓમાંનો એક વિદ્યાર્થી મહારાષ્ટ્રમાં રહેતો હતો. જ્યારે બીજો વિદ્યાર્થી બિહારનો હતો. એવું માનવામાં આવી રહ્યું છે કે ટેસ્ટમાં ઓછા માર્ક્સ આવવાના ડરને લઈ વિદ્યાર્થીઓએ આ પગલું ઉઠાવ્યું હોય.   


એક મહિનાની અંદર પાંચ વિદ્યાર્થીઓએ કરી આત્મહત્યા 

આજકાલની જનરેશનને જોતા એવું લાગે કે આ પેઢી બહુ જલ્દી હાર માની લે તેવી છે. નાની નાની નિષ્ફળતાઓને ધ્યાનમાં રાખી એવું મોટું પગલું ઉપાડી લે જેને ભોગવવાનો વારો તેમના માતા પિતાને આવતો હોય છે. વિદ્યાર્થીઓ નાની વાતમાં હિંમત ગુમાવી દેતા હોય છે, અને પરીક્ષામાં નપાસ થઈ જશે તો શું કરશે તેવો વિચાર કરી પોતાના જીવનનો અંત કરી લેતા હોય છે.  પરીક્ષામાં મળેલી નિષ્ફળતા જીવનની નિષ્ફળતા નથી તે વિદ્યાર્થીઓ જાણતા નથી. જેને કારણે તેઓ જલ્દી હતાશ થઈ આવા પગલા લેતા હોય છે. આજે આવી વાત એટલા માટે કરવી છે કારણ કે કોટામાં બે વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લીધી છે. છેલ્લા એક  મહિનાની અંદર કોટામાં આત્મહત્યાનો બનેલો આ પાંચમો બનાવ છે. એક મહિનાની અંદર 5 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લીધી છે. જ્યારે એક વર્ષમાં 23 વિદ્યાર્થીઓએ પોતાનો જીવ લઈ લીધો છે. 


કયા વિદ્યાર્થીઓએ ટૂંકાવ્યું જીવન?

જે વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી તેમની વાત કરીએ તો મહારાષ્ટ્રના 16 વર્ષીય છોકરાએ કોચિંગ સેન્ટરમાં ટેસ્ટ આપી, અને તે બાદ બપોરના સમયે કોચિંગ સેન્ટરમાં વિદ્યાર્થીએ આ કદમ ઉઠાવી લીધું. બીજી ઘટના તેના 6 કલાક બાદ બની. કોટાના કુનાડી વિસ્તારમાં રહેતા 18 વર્ષીય વિદ્યાર્થીએ પોતાના ભાડાવાળા ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી. મળતી માહિતી અનુસાર વિદ્યાર્થીએ પોતાને રૂમમાં બંધ કરી દીધો. જ્યારે પરિવારના સભ્યોએ દરવાજો ખખડાવ્યો ત્યારે તેણે દરવાજો ખોલ્યો ન હતો. જે બાદ દરવાજાને તોડવામાં આવ્યો અને જ્યારે દરવાજા ખુલ્યો ત્યારે છોકરો મૃતહાલતમાં દેખાયો હતો. બંનેને હોસ્પિટલ તાત્કાલિક ખસેડવામાં આવ્યા હતા પરંતુ ત્યાં તેને મૃત જાહેર કરાયા હતા.   


પ્રશાસને કોચિંગ સેન્ટરને આપ્યા આ આદેશ 

આ ઘટના બાદ પ્રશાસન એક્ટિવ મોડમાં આવી ગયું છે. કોચિંગ સેન્ટરમાં આગામી બે મહિના સુધી કોઈ પરીક્ષા ન લેવી તેવા આદેશ આપ્યા છે. મહત્વનું છે કે વિદ્યાર્થીઓમાં વધતા આત્મહત્યા કરવાના કિસ્સાઓ ચિંતાજનક છે. નાની ઉંમરે યુવાનો આત્મહત્યાનું પગલું લઈ રહ્યા છે.  



અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.