મધ્ય ગુજરાતના બે કોંગ્રેસના ધારાસભ્યની પડી શકે છે વિકેટ


  • Published By :
  • Published Date : 2022-11-09 15:41:55

સ્ટોરી- સમીર પરમાર

ગુજરાત વિધાનસભા ચૂંટણીનો સમય નજીક જ છે ત્યારે કોંગ્રેસના મોટા નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. ત્યારે મધ્ય ગુજરાતના બે મોટા નેતાઓ કોંગ્રેસમાંથી ગુલાટી મારીને ભાજપમાં આવી શકે છે. કોંગ્રેસના આણંદ અને દાહોદ વિસ્તારના બે કોંગ્રેસના મોટા નેતાઓ ભાજપમાં જોડાવા માટે લાઈનમાં ઉભા છે. 


ભાજપમાં ભરતી ચાલુ છે

વીસાવદરના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદભાઈ રીબડિયા જે "સિંહ ઘાસ ના ખાય" તેવી વાતો કરતા હતા એટલે કે તેઓ ભાજપમાં ના જોડાય તેવી વાતો કરતા હતા. પણ અંતે તેમને પણ પેટ ભરીને ઘાસ ખાઈ લીધું. રાજનીતિમાં કંઈ નક્કી નથી હોતું ક્યારે કયા નેતા કયા પક્ષમાં જોડાઈ જાય. ત્યાર બાદ દિગ્ગજ આદિવાસી નેતા મોહનસિંહ રાઠવા કે જેઓ 10 જેટલી ટર્મ એટલે કે પચાસેક વર્ષથી પોતાના વિસ્તારમાં જીતતા આવે છે તે પુત્ર મોહમાં ભાજપમાં જોડાઈ ગયા છે. આજે સમાચાર આવ્યા છે કે તાલાલાના કોંગ્રેસી ધારાસભ્ય ભગા બારડ ભાજપમાં જોડાઈ ગયા છે. ભાજપનો કેસરીયો ધારણ કરીને કોંગ્રેસી નેતા ભગા બારડે તો કહી દીધું છે કે, "હું તો પહેલેથી ભાજપનો જ છું." 


કોંગ્રેસ શું કરી રહી છે?

સમગ્ર બાબતે જમાવટે જ્યારે કોંગ્રેસના પ્રવક્તા ડૉ. મનિષ દોશી સાથે વાત કરી કે કોંગ્રેસ હવે વધુ મોટા નેતાઓને રોકવા  શું કરશે ત્યારે તેમણે જણાવ્યું હતું કે, "કોઈ પણ પ્રકારની રાજનીતિમાં જો અને તોની સ્થિતિ હોય છે. કોંગ્રેસ પક્ષે તમામ લોકોને જે ભાજપમાં જોડાયા છે તેમને મહત્વના સ્થાનો આપ્યા છે. કોંગ્રેસના કાર્યકર્તાઓએ તેમને જીતાડવા માટે બહુ મહેનત કરી છે, છતાંય તેઓ પક્ષ છોડી રહ્યા છે તો હું તેમને શુભેચ્છા પાઠવું છું. 


હવે રહી રહીને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ દોડભાગ કરી રહ્યા છે. અત્યાર સુધી ધારાસભ્ય દરજ્જાના કોંગ્રેસી નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા હતા ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ શું કરી રહ્યા હતા હવે તે તો તેમને જ ખબર. પણ કોંગ્રેસે હવે હજુ વધુ ટિકિટ ના પડે તેના માટે એસી ચેમ્બરની બહાર નિકળવું અતિ જરૂરી બની છે બાકી તૂટતી કોંગ્રેસને મોટું નુકસાન થતાં કોઈ નહીં રોકી શકે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. કોંગ્રેસની દોડભાગ પર નિર્ભર છે કે હવે કોઈ કોંગ્રેસના નેતાઓનો અંતરઆત્માનો અવાજ ગુજરાતને સાંભળવા મળે કે નહીં. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?