રાજ્યના બહુચર્ચિત ડમીકાંડમાં કરાઈ વધુ બે આરોપીની ધરપકડ, જાણો હજી સુધી કેટલા આરોપીની કરાઈ છે ધરપકડ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-29 13:38:35

શાંત પડેલો મુદ્દો એવો ડમીકાંડનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. થોડા મહિના પહેલા યુવરાજસિંહે ઘટસ્ફોટ કર્યો હતો કે સ્પર્ધાત્મક પરીક્ષામાં ડમી ઉમેદવારો બેસાડવામાં આવે છે. એ સમયે આ મુદ્દો આગની જેમ ફેલાઈ રહ્યો હતો. સામે ચાલીને પોલીસે આ મામલે તપાસ આરંભી હતી અને અનેક લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરી હતી. અને અન્ય લોકોની શોધખોળ કરવામાં આવી હતી. ત્યારે ફરી એક વખત ભાવનગર પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. હજી સુધી 64 જેટલા આરોપીની થઈ છે આ મામલે ધરપકડ.   


ભાવનગર પોલીસે કરી વધુ બે આરોપીની ધરપકડ 

ડમીકાંડમાં રોજ એક નવું અપડેટ સામે આવી રહ્યું છે. થોડા દિવસો પહેલા ભાવનગર પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી ત્યારે પોલીસે વધુ બે આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસે ગીર ગઢડા ખાતે ક્લાર્ક તરીકે નોકરી કરતા પ્રકાશ દેવશંકર લાધવા તેમજ દાહોદ ખાતે તલાટી મંત્રી તરીકે નોકરી કરતા હરદેવ વેણીશંકર લાધવા જે બંને મહુવા તાલુકાના કરમદીયા ગામના રહેવાસી છે તેમની ધરપકડ કરી છે પ્રકાશ લાધવા એ ગ્રામ સેવકની પરીક્ષા 2017માં કીર્તિ પનોત વતી આપી હતી અને તે કીર્તિ પનોતની પહેલાજ ધરપકડ થઈ ચૂકી છે જ્યારે  હરદેવે  2017 ની વિરમદેવની એમ.પી.એસ.ડબલ્યુ ની પરીક્ષા આપી હતી.અત્યાર સુધીમાં પોલીસે એફઆઇઆર માં નામ હોય તેવા 31 તેમજ એફઆઇઆર બાદ તપાસમાં નામ ખુલ્યા હોય તેવા 33 મળી કુલ 64 આરોપીને ઝડપી લીધા છે


કાંડમાં શું હતી તેમની સંડોવણી? 

જ્યારે મંગળવારે પણ એક આરોપી પકડાયો હતો. જામનગરમાં એમપીએસડબલ્યુની નોકરી કરતા નિકેતન જગદીશ પંડ્યા નામના વ્યક્તિને પોલીસે પકડી પાડ્યો છે. નિકેતનની જગ્યાએ અગાઉ 2021માં હસમુખ નામ પ્રમાણે પરીક્ષા આપી હતી.ડમી તરીકે પરીક્ષા આપનાર હસમુખ અગાઉ ઝડપાઈ ચૂક્યો છે તેના એક દિવસ પહેલા ભાવનગર પોલીસે ડમીકાંડના 2 આરોપીની ધરપકડ કરી હતી ચોંકાવનારી વાત એ હતી કે જે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમા એક મહિલા અને એક સગીર છે મહિલા 20 વર્ષની જીજ્ઞા અને એક સગીર જેની પરીક્ષા ડમી તરીકે મિલન ઘુઘા બારૈયાએ આપી હતી મિલને જીજ્ઞની પરીક્ષા વર્ષ 2022માં અને સગીરની પરીક્ષા 2020માં આપી હતી. હજુ પણ કેટલાય આરોપી એવા છે જે પોલીસ પકડથી દૂર છે 


તોડકાંડમાં પોલીસે તૈયાર કરી ચાર્જશીટ   

તોડકાંડમાં પણ રોજ નવી અપડેટ આવી રહી છે તોડકાંડમાં 900 પાનાની ચાર્જશીટ તૈયાર કરાઈ છે જે કોર્ટમાં રજૂ કરાઈ છે. અને  તોડકાંડમાં યુવરાજસિંહ તેમજ તેમના બે સાળા સહિત 6 આરોપીઓ સામે ગુનો નોંધાયેલો છે. પણ 6 આરોપીમાંથી 4 આરોપીને જામીન મળી ચુક્યા છે જ્યારે યુવરાજસિંહ તેમજ તેમના સાળા શિવુભા હજુ પણ જેલમાં છે.રાજુ , કાનભા ગોહિલ , ઘનશ્યામ લાધવા અને બિપિન ત્રિવેદીના જામીન મંજુર થઈ ગઈ છે યુવરાજ સિંહને જો નીચલી કોર્ટમાં જામીન નહીં મળે તો તે હાઇકોર્ટમાં અરજી કરી શકે છે. ત્યારે જોવાનું એ રહ્યું કે તોડકાંડમાં તેમજ ડમીકાંડમાં શું કાર્યવાહી કરવામાં આવશે?



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...