ટ્રેન અકસ્માતમાં બે પગ અને એક હાથ કપાઈ ગયો પરંતુ મજબૂત મનોબળથી પાસ કરી યુપીએસસી પરીક્ષા! જાણો સૂરજ તિવારીના સંઘર્ષની કહાણી


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-05-25 16:55:35

કહેવાય છે કે કઈ પણ કામ કરવા માટે ઈચ્છા શક્તિની જરૂર હોય છે. જેનો ઈરાદો મક્કમ હોય તેને કોઈ પણ મુશ્કેલી રોકી શકતી નથી. એટલે જ કહેવાયું છે કે 'ઈરાદે રોજ બનતે હૈ ઔર, રોજ તૂટ જાતે હૈ, પૂરે ઉનકે હોતે હૈ જો અમની જીદ પર અડ જાતે હૈ'. આ વાતને સાર્થક યુપીએસસીની પરીક્ષા પાસ કરનાર સૂરજ તિવારીએ કરી બતાવી છે. યુપીએસસી 2022ની પરીક્ષામાં ભલે તેમનો રેંક 917 આવ્યો હોય પરંતુ તેમના સંઘર્ષની કહાણી અનેક ઉમેદવારો તેમજ લોકો માટે પ્રેરણા રૂપ બનશે.  

Image

933 ઉમેદવારોના સપના થયા પૂરા! 

મંગળવારે UPSCના પરિણામની જાહેરાત થઈ. 933 ઉમેદવારોની પસંદગી થઈ છે. મહત્વનું છે કે 1011 પદો માટે ભરતી બહાર પડી હતી. અનેક ઉમેદવારોએ યુપીએસસીની પરીક્ષા આપી હતી. દેશના ખૂણે ખૂણેથી તૈયારી કરતા અભ્યાર્થીઓના સપના પૂરા થયા છે. પોતાના સપનાને પૂરા કરવા રાતો જાગીને મહેનત કરી તે લેખે લાગી છે અને જે પરિણામમાં તે પોતાના નામની શોધમાં હતા તે તેમને દેખાયું છે. પરિણામ આવ્યા બાદ યુપીએસસી પાસ થયેલા અભ્યાર્થીઓની જ ચર્ચા ચાલી રહી છે. પણ તેમાંથી સૌથી વધારે જે નામની ચર્ચા થઈ રહી છે તે મૈનપુરીના સુરજ તિવારીની છે. તેમણે હમણા જ અકસ્માતમાં એક હાથ અને બીજા હાથની આંગળીઓ ગુમાવી દીધી હતી.  


સૂરજ તિવારીએ અકસ્માત બાદ પણ ન માની હાર! 

સૂરજ તિવારી ઉત્તરપ્રદેશના મૈનપુરીના રહીશ છે. તેમના બંને પગ નથી, એક હાથ પણ નથી અને બીજા હાથમાં ખાલી ત્રણ જ આંગળીઓ છે. છ વર્ષ પહેલા ટ્રેન અકસ્માતમાં તેણે પોતાના શરીરના આ અંગ ગુમાવી દીધા હતા. પણ તેમની ઈચ્છા શક્તિને અકસ્માત ના આંચકી શક્યો. આ દુર્ઘટનાના થોડા સમય બાદ તેમના ભાઈ ગુજરી ગયા. તો ઘરની પરિસ્થિતિ ખૂબ ગંભીર થઈ ગઈ. સુરજના પપ્પા કુરાવલી ગામમાં સીવણકામનો ધંધો કરે છે. આ ઘટનાઓએ સુરજના મનોબળને ડગાવી ના શકી. તેમણે યુપીએસસીની પરીક્ષા આપવાનો નિર્ણય કર્યો. મન લગાવીને તૈયારીમાં પરોવાઈ ગયા. પોતાના સપનાને સાકાર કરવા દિવસમાં ચાર કે પાંચ કલાક જ સૂતા હતા અને 18થી 20 કલાક વાંચતા હતા. પરિસ્થિતિ એવી હતી કે કોચિંગ કરવા માટે તેમની પાસે પૈસા ના હતા. પણ તેમની પરિસ્થિતિઓને સ્વીકારી અને કોચિંગ વગર યુપીએસસી ક્લિયર કરી લીધી. 


સારવાર દરમિયાન મળી યુપીએસસી પરીક્ષા આપવાની પ્રેરણા!

સુરજ સાથેની ટ્રેન દુર્ઘટનાની વાત કરીએ તો 2017માં કોઈ બાળક કે કોઈ વ્યક્તિએ તેમને ધક્કો મારી દીધો હતો. જેના કારણે તેના હાથ પગ ટ્રેન નીચે કપાઈ ગયા હતા. અકસ્માત બાદ દિલ્હીના એઈમ્સમાં ચાર મહિના તેમની સારવાર ચાલી હતી. જ્યાં તેમને યુપીએસસી દેવાનો નિર્ણય લીધો. સારવાર સમયે સુરજની મુલાકાત એક છોકરા સાથે થઈ. તેણે સુરજને ભણવામાં મદદ કરી. પછી સરકારે પણ તેમને ભણવામાં મદદ કરી. સરકારે સુરજના ભણતરનો પૂરો ખર્ચો ઉઠાવ્યો. જ્યારે સમાચાર આવ્યા કે સુરજે યુપીએસસી ફોડી લીધી છે ત્યારે ગામના બધા લોકો ખુશ થઈ ગયા હતા.


અખીલાએ પણ ડર પર જીત કરી હાંસલ!  

આ તો થઈ સુરજ તિવારીની વાત. પરંતુ આવા અનેક ઉમેદવારો છે જેમણે પોતાના મનોબળથી પોતાની કમી પર જીત હાંસલ કરી છે. અખીલા નામની ઉમેદવારે પણ પોતાની મહેનતથી 760મો ક્રમાંક હાંસલ કર્યો છે. અકસ્માતમાં તેમણે પણ પોતાનો હાથ ગુમાવી દીધો હતો. અકસ્માતે ભલે તેમનો હાથ જતો રહ્યો પરંતુ તેમના સપનાને કોઈ રોકી ન શક્યું.


આ કોચિંગ એકેડમીમાંથી પાસ થયા આટલા ઉમેદવાર!

આ વર્ષના પરિણામની વાત કરીએ તો છોકરીઓએ કમાલ બતાવ્યો છે. ટોપ પાંચમાં છોકરીઓએ સ્થાન હાંસલ કર્યું છે. ઈશિતા કિશોરે યુપીએસસી ટોપ કર્યું છે. બીજા નંબર પર ગરિમા લોહિયા આવ્યા છે. જ્યારે ત્રીજા ક્રમે ઉમા હરથી છે અને ચોથા ક્રમે સ્મૃતિ મિશ્રા આવી છે. મહત્વું છે કે રેજિડેંશિયલ કોચિંગ એકેડમીમાંથી 23 વિદ્યાર્થીઓએ યુપીએસસીની પરીક્ષા પાસ કરી છે.           



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?