રાજસ્થાનના ઉદયપુરમાં દારુના કેસની તપાસ કરવા ગયા હતા કોન્સ્ટેબલો
શંકાસ્પદ વ્યક્તિ તરીકે નાન નહીં દર્શાવવા બદલ લાંચ માગી હતી
શખસે એસીબીનો સંપર્ક કર્યો, છટકુ ગોઠવીને કોન્સ્ટેબલોને ઝડપી પાડ્યા
રાજસ્થાનના ઉદયપુરમાં તોડ કરવા ગયેલા ગુજરાતના બે કોન્સ્ટેબલ ઝડપાયા છે. રાજસ્થાનની એસીબીની ટીમે બંને કોન્સ્ટેબલોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. રાજસ્થાનની એસીબીની ટીમે ફિલ્મી સ્ટાઈલથી ગુજરાતના આ બંને કોન્સ્ટેબલોને ઝડપી પાડ્યા હતા. બંને કોન્સ્ટેબલોને રુપિયા 1.10 લાખની લાંચ રેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. લાંચિયા કોન્સ્ટેબલોને રંગેહાથ ઝડપી પાડવા એસીબીની ટીમે ટ્રેપ ગોઠવી હતી. એસીબીએ કોન્સ્ટેબલો ભરત અને મહેશ ચૌધરીને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તપાસમાં સામે આવ્યું કે બને કોન્સ્ટેબલો ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે.
તોડ કરવા ઉદયપુર પહોંચ્યા
પ્રાપ્ત વિગતો મુજબ, કેટલાંક પોલીસકર્મીઓ તોડ કરવા કે લાંચ લેવા ગમે તે હદે જઈ શકે છે. ભૂતકાળમાં પણ આવા અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. ત્યારે ગાંધીનગર જિલ્લાના રખિયાલ પોલીસે વર્દી લજવી છે. રખિયાલ પોલીસની ટીમ રાજસ્થાનના ઉદયપુરમાં દારુના એક કેસની તપાસ માટે ગઈ હતી. દારુના આ કેસમાં બે પોલીસ કોન્સ્ટેબલે શંકાસ્પદ વ્યક્તિનું નામ આરોપી તરીકે નહીં દર્શાવવા બદલ લાંચ માંગી હતી.
એસીબીએ ઝડપી પાડ્યા
જે બાદ આ શખસે એસીબીનો પણ સંપર્ક કર્યો હતો. જેથી રાજસ્થાનની એસીબીની ટીમે એક છટકુ ગોઠવ્યું હતું. બાદમાં ફિલ્મી સ્ટાઈલથી લાંચિયા કોન્સ્ટેબલોને ઝડપી પાડ્યા હતા. એસીબીની ટીમે બંને કોન્સ્ટેબલો પાસેથી રુપિયા 1.10 લાખ પણ કબજે કર્યા હતા. પોલીસની તપાસમાં સામે આવ્યું કે, બંને કોન્સ્ટેબલો ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે.
બે લાખની લાંચ માગી હતી
થોડા દિવસો પહેલાં દારુ ભરેલી એક કાર જપ્ત કરવામાં આવી હતી. આ કેસની તપાસ હેડ કોન્સ્ટેબલ ભરત અને મહેશ ચૌધરીને સોંપવામાં આવી હતી. જેથી તેઓ તપાસ માટે ઉદયપુર ગયા હતા. આ દારુના કેસમાં શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ કરી હતી અને કેસમાંથી મુક્ત કરવા તથા શંકાસ્પદ તરીકે નહીં દર્શાવવા માટે બે લાખ રુપિયાની લાંચ માગી હતી. આખરે રકઝક બાદ રુપિયા 1.10 લાખની રકમ નક્કી કરવામાં આવી હતી.
એસીબીના ટ્રેપમાં ભરાયા
એ પછી આ શખસે રાજસ્થાન એસીબીનો સંપર્ક કર્યો હતો. આખરે રાજસ્થાનની એસીબીની ટીમે છટકુ ગોઠવ્યું હતુ અને ફિલ્મી સ્ટાઈલથી લાંચિયા કોન્સ્ટેબલોને ઝડપી પાડ્યા હતા. પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.