ભાજપ Vs કોંગ્રેસનું ટ્વિટર વોર! રાહુલ ગાંધીના મહોબ્બત કી દુકાન સામે ભાજપ સાંસદના પત્ર! જાણો સમગ્ર મામલો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-09 10:43:37

ભાજપ તેમજ કોંગ્રેસ પાર્ટી એક બીજા પર પ્રહાર કરવાના એક પણ મોકો છોડતી નથી. કેન્દ્ર સરકાર પર નિશાન સાધી ભાજપ પર કોંગ્રેસ શાબ્દિક પ્રહાર કરે છે. તો ભાજપ પણ ઘણી વખત કોંગ્રેસના સમયે લેવામાં આવેલા નિર્ણયોની ટીકા કરે છે. તે સિવાય રાહુલ ગાંધીને લઈને પણ ભાજપ આક્રામક દેખાય છે. રાહુલ ગાંધીએ અમેરિકાના પ્રવાસ દરમિયાન ભારતમાં ચાલતી રાજનીતિ તેમજ સરકારની નિતીઓને લઈ વાત કરી હતી અને તીખા બોલોનો ઉપયોગ કર્યો હતો. મહોબ્બત કી દુકાનને લઈ ભાજપના ત્રણ સાંસદોએ રાહુલ ગાંધીને પત્ર લખ્યો છે. મળતી માહિતી અનુસાર આ પત્ર ભાજપના રાજ્યવર્ધન રાઠોડ, પરવેશ સાહિબ સિંહ અને પૂનમ મહાજને લખ્યો છે.


રાહુલ ગાંધીને ભાજપના સાંસદોએ લખ્યો પત્ર!

કોંગ્રેસ દ્વારા તેમજ રાહુલ ગાંધી દ્વારા અનેક વખત મહોબ્બત કી દુકાન અંગે ચર્ચા કરવામાં આવતી હોય છે. ઘણી વખત રાહુલ ગાંધી કહેતા હોય છે કે તે પ્રેમ ફેલાવવા આવ્યા છે. ત્યારે અમેરિકાના પ્રવાસ દરમિયાન પણ અનેક વખત તેમણે મહોબ્બત કી દુકાનનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારે તેમની આ મહોબ્બત કી દુકાનને લઈ ભાજપના સાંસદોએ નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીને જે પત્ર લખવામાં આવ્યો છે તેમાં ઉલ્લેખ કર્યો કે રાહુલ ગાંધીના મહોબ્બત કી દુકાન વિશે સાંભળીને આનંદ થયો. જો તેમનો પક્ષ ખરેખર આ માર્ગે ચાલ્યો હોત તો કેટલું સારૂં થાત, પરંતુ અફસોસ કોંગ્રેસની કથની અને કરનીમાં ઘણો ફરક છે. 

ગાંધી પરિવાર માટે નફરત ફેલાવવીએ નવી વાત નથી - પત્રમાં ઉલ્લેખ!

ભાજપના સાંસદોએ ન માત્ર રાહુલ ગાંધી પર પરંતુ ગાંધી પરિવાર પર પત્રમાં પ્રહાર કર્યા હતા. વધુમાં લખ્યું છે કે કોંગ્રેસ પાર્ટી અને ગાંધી પરિવાર માટે નફરત ફેલાવવીએ નવી વાત નથી. તેમણે તેમાં નિપુણતા હાંસલ કરી છે. ગાંધી પરિવારના ઈતિહાસના પાના ફેરવવામાં આવે તો નફરતની અનેક વાર્તાઓ જોવા મળશે. આ પરિવારે દેશમાં નફરતનો મેગા મોલ ખોલ્યો છે. 

પત્રમાં ભાજપના સાંસદોએ કર્યા આ દાવા! 

પત્રમાં ભાજપના સાંસદે દાવા કર્યા છે કે કોંગ્રેસના શાસનમાં વધુ રમખાણો થયા છે અને નફરતની દુકાનો સજાવવામાં આવી. કોંગ્રેસના શાસન દરમિયાન થયેલા રમખાણોનો ઉલ્લેખ પત્રમાં કરવામાં આવ્યો છે. તે સિવાય બીજો દાવો એવો કરવામાં આવ્યો છે કે નહેરૂ ગાંધી પરિવારે કોંગ્રેસના નેતાઓ સાથે કેવી રીતે ગેરવર્તન કર્યું છે. સાંસદોએ પત્રમાં લખ્યું છે કે તમારી કોંગ્રેસ પાર્ટીની શરૂઆતથી જ પરંપરા રહી છે કે તે પોતાના વરિષ્ઠ નેતાઓને પણ છોડતી નથી. ન જાણે નેહરુના દિલમાં એવો કેવો પ્રેમ હતો કે તેમણે તત્કાલિન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદને સરદાર વલ્લભભાઈ પટેલના અંતિમ સંસ્કારમાં ન જવાની સલાહ આપી.


સ્મૃતિ ઈરાનીએ પણ કર્યો હતો કટાક્ષ!

તે સિવાય એવો દાવો કરવામાં આવ્યો કે ગાંધી પરિવારે પોતાના જ સ્વજનો સાથે અમાનવીય વ્યવહાર કર્યો. ચોથા વાયદામાં ભાજપના સાંસદો દાવો કર્યો કે દેશની મહાન હસ્તીઓ પ્રત્યે ગાંધી પરિવારની નફરત આજે પણ પ્રગટ થાય છે. ભાજપના સાંસદો સિવાય અનેક વખત મહોબ્બત કી દુકાન વિશે ભાજપના નેતાઓએ ટિપ્પણી કરી છે. થોડા દિવસ પહેલા આ મામલે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ વાત કરી હતી. રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો હતો. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?