સોશિયલ મીડિયા પર ચાલતું ભાજપ અને કોંગ્રેસનું ટ્વિટર વોર! કોંગ્રેસે પીએમની તસવીર શેર કરી તો ભાજપે રાહુલ ગાંધીની તસવીર શેર કરી!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-05-17 11:32:11

ભાજપના તેમજ કોંગ્રેસના નેતાઓ એક બીજા પર અનેક વખત શાબ્દિક પ્રહાર કરતા જોવા મળતા હોય છે. અનેક મુદ્દાઓને લઈ એક બીજા પર નિશાન સાધતા હોય છે. પરંતુ હવે તો સોશિયલ મીડિયા પર પણ એક બીજા પર નિશાન સાધવામાં આવી રહ્યું છે. જો ભાજપ દ્વારા કોંગ્રેસને લઈ કોઈ પોસ્ટ કરવામાં આવી હોય તો તેનો જવાબ કોંગ્રેસ દ્વારા સોશિયલ મીડિયા પર આપવામાં આવે છે. ત્યારે હાલ સોશિયલ મીડિયા પર બે ફોટા વાયરલ થઈ રહ્યા છે. એક ફોટો છે પીએમ મોદીનો અને બીજો ફોટો છે રાહુલ ગાંધીનો. કોંગ્રેસ તેમજ ભાજપના ઓફિશિયલ પેજ પર આ ફોટો પોસ્ટ કરવામાં  આવ્યા છે.

અદાણી સાથેના ફોટો કોંગ્રેસે કર્યા શેર!

અદાણી મુદ્દાને લઈ કોંગ્રેસ ઘણી વખત આક્રામક દેખાઈ છે. હિંડનબર્ગના રિપોર્ટને લઈ સરકારને અનેક સવાલો કરવામાં આવ્યા છે. રાહુલ ગાંધીએ પોતે આ મામલે સવાલ પૂછ્યા છે ત્યારે કોંગ્રેસ દ્વારા સોશિયલ મીડિયા પર પીએમ મોદીની એક તસવીર શેર કરવામાં આવી છે. તસવીરમાં દીવાલો પર અદાણીની તસવીરો રાખવામાં આવી છે. અનેક તસવીરોમાં પીએમ મોદી પણ દેખાય છે. ત્યારે આ ફોટાને શેર કરતા કોંગ્રેસે લખ્યું 'મારી દુનિયા'.


કોંગ્રેસના અંદાજમાં જ ભાજપે આપ્યો જવાબ!

કોંગ્રેસના અંદાજમાં જ ભાજપે જવાબ આપ્યો. ભાજપ દ્વારા એક તસવીર શેર કરવામાં આવી જેમાં રાહુલ ગાંધી દેખાય છે. જે ફોટો શેર કરવામાં આવ્યો છે તેમાં રાહુલ ગાંધી કંઈક વિચારતા હોય તેવું લાગે છે. તેમની પાછળ અનેક ફોટા રાખવામાં આવ્યા છે. જેમાં રાહુલ ગાંધી છે, તેમના સિવાય જવાબરલાલ નહેરૂ, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી તેમજ સોનિયા ગાંધી દેખાઈ રહ્યા છે. ભાજપે પણ ફોટો શેર કરતા લખ્યું 'તેમની દુનિયા!'


ટ્વિટર વોર પર તમારૂ શું કહેવું છે? 

સોશિયલ મીડિયામાં બંને ફોટા વાયરલ થઈ રહ્યા છે. અનેક યુઝરોએ આની પર પ્રતિક્રિયાઓ પણ આપી છે. ત્યારે ટ્ટિટર પર ચાલતા આવા વોર પર તમારૂ શું કહેવું છે?  




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?