કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. કોંગ્રેસના કાર્યકરોમાં નવો ઉત્સાહ ભરવા તેઓ પ્રયાસ કરી રહ્યા છે. કન્યાકુમારીથી કાશ્મીર સુધી જનારી યાત્રાને લોકો દ્વારા સારો પ્રતિસાદ મળી રહ્યો છે. રાહુલની આ યાત્રા પર અનેક વાક પ્રહાર કરવામાં આવ્યા છે.
કોરોના કાળને ભાજપે કર્યો યાદ
ભારત જોડો યાત્રાને લઈ રાહુલ ગાંધી સતત ભાજપના નિશાના પર છે. જ્યારથી યાત્રાની શરૂઆત થઈ છે ત્યારથી કોઈને કોઈ રીતે આ યાત્રા પર ભાજપ દ્વારા પ્રહાર કરવામાં આવ્યા છે. ત્યારે ફરી એક વખત રાહુલની યાત્રા પર ભાતપે ટ્વિટ કરી છે. આ વખતે ભાજપે કોરોના કાળને યાદ કર્યો છે. એક ફોટો ટ્વિટ કરતા લખ્યું કે કોંગ્રેસનું ચરિત્ર ભારત તોડો.
• जब हमारे लोग भीषण गर्मी में सड़कों पर चल रहे थे
— Congress (@INCIndia) October 9, 2022
• जब वो ऑक्सीजन, बेड, इलाज के लिए तड़प रहे थे
• जब श्मशान/कब्रिस्तान पर लाइन लगी थी
तब 'प्रचार मंत्री' क्या कर रहे थे?
• फोटोशूट करा रहे थे।
• मोर को दाना दे रहे थे।
• रैलियां कर रहे थे।
वो मौत का मंज़र कोई भूला नहीं है। https://t.co/OYzmjQTyTC pic.twitter.com/xzU9sVVDom
કોંગ્રેસે વડાપ્રધાન મોદીને ગણાવ્યા પ્રચાર મંત્રી
ભાજપના આ ટ્વિટ પર કોંગ્રેસે વળતો જવાબ આપ્યો છે. કોંગ્રેસે એક વિડીયો શેર કરતા કોરોના કાળ યાદ કરાવ્યો હતો. ટ્વિટમાં કોંગ્રેસે લખ્યું કે જ્યારે લોગો ભીષણ ગરમીમાં રસ્તા પર ચાલતા હતા, જ્યારે ઓક્સિજન, બેડ માટે લોકો તડપી રહ્યા હતા ત્યારે પ્રચાર મંત્રી ફોટોશૂટ કરાવી રહ્યા હતા. મોરને દાંણા આપી રહ્યા હતા. એ મોતના દ્રશ્યોને કોઈ ભૂલી નહીં શકે.