ટ્વિટરનું સર્વર ડાઉન, ફેસબુક-ઇન્સ્ટા-યુટ્યુબ પર પણ મુશ્કેલી, લાખો યુઝર્સે કરી ફરિયાદ


  • Published By :
  • Published Date : 2023-02-09 12:31:23

દુનિયાના અનેક દેશોમાં ટ્વિટર સર્વર  થઈ ગયું છે. ઘણા યુઝર્સ તેમના એકાઉન્ટને લોગિન કરવામાં સમસ્યાનો સામનો કરી રહ્યા છે. Tweetdeck પણ કામ કરતું નથી. વપરાશકર્તાઓ ટ્વીટ ડેક પર લૉગિન કરવામાં અસમર્થ છે. આ સિવાય ઘણા યુઝર્સે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામના સર્વર વિશે પણ ફરિયાદ કરી છે. કેટલાક યુઝર્સે એવું પણ કહ્યું છે કે યુટ્યુબમાં સમસ્યા છે. જો કે, હવે ધીમે ધીમે આ સમસ્યાને ઠીક કરવામાં આવી રહી છે. 


ટ્વિટરે ખેદ વ્યક્ત કર્યો


આ દરમિયાન ટ્વિટર પર કહેવામાં આવ્યું છે કે કેટલાક લોકો ટ્વિટર પર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કંપની આ માટે ખેદ વ્યક્ત કર્યો છે, તેણે કહ્યું વહેલી તકે સુધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ટ્વિટર સપોર્ટે ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી. તેમની તરફથી આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે હજારો યુઝર્સે તેમને ટ્વીટ કરીને સેવાઓનો ઉપયોગ કરી શકતા ન હોવાની માહિતી આપી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટ્વિટરમાં આ ખામી ત્યારે આવી છે જ્યારે સીઈઓ એલોન મસ્કે અમેરિકામાં તેના યુઝર્સને 4 હજાર શબ્દો સુધી ટ્વિટ કરવાની સુવિધા શરૂ કરી છે.


ટ્વિટર એક્સેસ મદ્દે યુઝર્સ પરેશાન


ઘણા યુઝર્સે કહ્યું કે તેમને ટ્વીટ કર્યા બાદ તેમને આ મેસેજ મળી રહ્યો છે કે તમારી ટ્વીટ કરવાની લિમિટ પૂરી થઈ ગઈ છે. એક યુઝરે કહ્યું કે તમે ટ્વીટ કરવાની મર્યાદા વટાવી દીધી છે. આ મેસેજ સિવાય યુઝર્સે ટ્વિટરને જણાવ્યું કે યુઝર્સને ડાયરેક્ટ મેસેજ મોકલવામાં, અન્ય એકાઉન્ટને ફોલો કરવામાં અને ઓછા સમયમાં તેમની સામગ્રી પોસ્ટ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.


ઈલોન મસ્કેના કાર્યકાળમાં સર્વિસ કથળી


ઈલોન મસ્કે ટ્વિટર પર નિયંત્રણ મેળવ્યું ત્યાર બાદ આ પહેલીવાર બન્યું છે, જ્યારે લોકોને આ સમસ્યાનો સામનો કરવો પડ્યો હોય. ગયા વર્ષે કંપનીનો કબજો સંભાળ્યા પછી, ટ્વિટરે તેના બે તૃતીયાંશ કર્મચારીઓને કાઢી મૂક્યા, જેનાથી લોકોને આશ્ચર્ય થયું કે કંપની આટલા ઓછા કર્મચારીઓ સાથે કેવી રીતે સરળતાથી કામ કરી શકે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?