Twitter કમાણી વધારવાની ફિરાકમાં, હવે Blue Tick દ્વારા દર મહિને વસૂલશે તગડી રકમ


  • Published By :
  • Published Date : 2022-10-31 12:34:28


ટ્વીટરની કમાન એલન મસ્કે સંભાળતા જ કંપનીમાં ધડમૂળથી પરિવર્તનો શરૂ થઈ ગયા છે. હવે ટ્વીટરે કમાણી વધારવાના નવા માર્ગો શોધવાનું શરૂ કર્યું છે. જેમ કે હવે  ટ્વીટરે સંકેત આપ્યો છે કે  તે વેરિફિકેશન બૈંજ માટે યુઝર્સ પાસેથી તગડી રકમ વસુલશે. ટ્વીટરના આ નિર્ણયથી સોશિયલ મીડિયા યુઝર્સને મોટો ઝટકો લાગ્યો છે. 


ટ્વીટર હવે બ્લૂ સબ્સક્રિપ્સન ચાર્જ વસૂલશે


ટ્વીટર હવે બ્યૂ સબ્સક્રિપ્સન દ્વારા મોટી કમાણી કરવાની ફિરાકમાં છે. આ બાબતની માહિતી કેટલાક મીડિયા રિપોર્ટ દ્વારા મળી રહીલ છે. વર્તમાનમાં વેરિફાઈડ યુઝર્સ પાસે બ્લૂ ટિક લીધા બાદ સબ્સસ્ક્રાઈબ કરવા માટે 90 દિવસનો સમય હોય છે, નહીં તો યૂઝર્સ પોતાનું બ્લૂ ટિક ચેકમાર્ક ગુમાવી દે છે. અત્રે ઉલ્લેખનિય છે કે આ પ્રોજેક્ટ પર કામ કરી રહેલા ટ્વિટરના કર્મચારીઓએ રવિવારે એટલે કે 30 ઓક્ટોબર જણાવવામાં આવ્યું છે કે તેમણે 7 નવેમ્બર સુધી આ ફિચરને લોન્ચ કરવા માટે ડેડલાઈન આપવામાં આવી છે, જો કોઈ કર્મચારી આવું નહીં કરે  તો કંપની તેની નોકરીમાંથી હકાલપટ્ટી કરશે. 


Twitter Verification Badge: કેટલો ચાર્જ લાગશે?


ટ્વીટર નજીકના ભવિષ્યમાં યુઝર્સ પાસેથી બ્લૂ ટિકનો ચાર્જ વસૂલશે, અને તે પણ એક વખત  નહીં પરંતું દર મહિને Twitter Blue Tickની  તગડી રકમ ચૂકવવી પડશે. હવે સ્વાભાવિક રીતે જ સવાલ થાય કે ટ્વિટર કેટલો ચાર્જ વસૂલશે? તો આપને જણાવી દઈએ કે યુઝર્સે દર મહિને યૂઝર્સે 19.99 ડોલર ( લગભગ 1646 રૂપિયા)નો ચાર્જ ચૂકવવો પડશે. 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...