આજથી ટ્વિટરનો નવો નિયમ લાગુ થયો! અનેક દિગ્ગજ હસ્તીઓના પ્રોફાઈલમાંથી હટી બ્લુ ટીક, એ લોકોને જ બ્લુ ટીક મળશે જેમણે પૈસા ભર્યા હશે!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-04-21 09:20:01

જ્યારથી ટ્વિટરની કમાન એલોન મસ્કે સંભાળી છે ત્યારથી અનેક મોટા ફેરફાર કરવામાં આવી રહ્યા છે. બ્લુ સબ્સક્રિપ્શન ન લીધું હોય તેમના એકાઉન્ટ પરથી બ્લુ ટીક 20 એપ્રિલ બાદ હટાવી દેવામાં આવશે તેવી જાહેરાત એલોન મસ્ક દ્વારા કરવામાં આવી હતી. જેને લઈ ટ્વિટર દ્વારા એક્શન લેવામાં આવ્યા છે. ભારતની અનેક દિગ્ગજ હસ્તીઓના બ્લુ ટીકને હટાવી દેવામાં આવ્યા છે જેમાં બીગ બી અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, વિરાટ કોહલી, સચિન તેંડુલકર સહિત રાહુલ ગાંધી, યોગી આદિત્યનાથ, અરવિંદ કેજરીવાલ નો સમાવેશ થાય છે. બ્લુ ટીક માટે પૈસા ભરવા પડશે તે અંગેની સ્પષ્ટતા ટ્વિટર દ્વારા કરવામાં આવી હતી. 






અનેક જાણીતી હસ્તીઓના પ્રોફાઈલમાં હટી બ્લુ ટીક 

પહેલા એવું હતું કે જો તમારૂ એકાઉન્ટ વેરિફાઈડ હોતું હતું તો જ બ્લુ ટીક આવતું હતું પરંતુ હવેથી કોઈ પણ વ્યક્તિ માસિક ફી ચૂકવી બ્લુ ટીક ખરીદી શકે છે. હવે બ્લુ ટીક માટે જાહેર વ્યક્તિ કે સેલિબ્રિટી હોવાની જરૂર નથી માત્ર વ્યક્તિ પાસે પૈસા હોવાની જરૂર છે. ટ્વિટરે 20 તારીખે રાત્રે બાર વાગ્યે વેરિફાઈડ એકાઉન્ટથી બ્લુ ટીક હટાવી દીધા હતા. કંપનીએ એ લોકોના બ્લુ ટીક હટાવ્યા છે જેમણે ટ્વિટર બ્લુ ટીક પ્લાન માટે પૈસા નથી ભર્યા. માસિક ફી ન ભરવાને કારણે રાહુલ ગાંધી, અરિવંદ કેજરીવાલ, યોગી આદિત્યનાથ, સલમાન ખાન, શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન, વિરાટ કોહલી સહિત અનેક જાણીતી હસ્તીના નામનો સમાવેશ થાય છે. 


ટ્વિટરને ફાઈનાન્શીયલ મજબૂત કરવા લેવાયો નિર્ણય! 

એલોન મસ્કે આ વાતને લઈ 12 એપ્રિલે ટ્વિટ પણ કર્યું હતું જેમાં લખ્યું હતું કે લીગેસી બ્લુ ટીક ચેકમાર્ક હટાવવામાં આવશે જેની અંતિમ તારીખ 20 એપ્રિલ હશે. જે બાદ 20 તારીખે રાત્રે 12 વાગ્યા બાદ બ્લુ ટીક હટાવવામાં આવ્યા હતા. મહત્વનું છે કે એલોન મસ્કે જ્યારથી ટ્વિરને ખરીદ્યું છે ત્યારથી એવા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે જે ચર્ચાનો વિષય બનતા હોય છે. ટ્વિટરને ફાઈનાન્શીયલ મજબૂત કરવા માટે એલોન મસ્ક દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે જો બ્લુ ટીક લેવું હશે તો તમારે ફી ચૂકવવી પડશે.       



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?