Facebook અને Instaની ફ્રી સર્વિસ બંધ, બ્લૂ ટિક માટે હવે ચૂકવવા પડશે આટલા રૂપિયા


  • Published By :
  • Published Date : 2023-02-20 16:22:18

ફેસબુક અને ઇન્સ્ટાગ્રામે પણ હવે આવક વધારવા માટે ટ્વિટરનો માર્ગ અપનાવ્યો છે. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના બ્લૂ ટિક વેરિફિકેશન માટે પણ હવે રૂપિયા ચૂકવવા પડશે. ફેશબુકની પેરેન્ટ કંપની Meta Platforms Inc.એ તેની સબ્સક્રિપ્શન સર્વિસને લોન્ચ કરવાની જાહેરાત કરી છે. કંપનીની Meta Verified સર્વિસમાં યુઝર્સને અનેક વધારાના ફિચર્સ મળશે. સબ્સક્રાઈબર્સને એકાઉન્ટ વેરિફિકેશન બેઝ પણ મળશે. 


ઝકરબર્ગે કરી જાહેરાત


Metaના ફાઉન્ડર માર્ક ઝકરબર્ગે રવિવારે મોડી રાતે ફેસબુક પોસ્ટ દ્વારા સબસ્ક્રિપ્શન સર્વિસ લોન્ચ કરવાની જાણકારી આપી હતી. ઝકરબર્ગે લખ્યું, આ અઠવાડિયે અમે મેટા વેરિફાઇડ સર્વિસ શરૂ કરી રહ્યા છે. આ એક સબસ્ક્રિપ્શન સર્વિસ છે. જેમાં સરકારી ઓળખપત્ર દ્વારા તમને બ્લૂ ટિક મળી જશે અને અકાઉન્ટ વેરિફાઈ કરાવી શકશો. અકાઉન્ટને એકસ્ટ્રા પ્રોટેક્શન મળી શકશે. આ નવી સર્વિસ પ્રામાણિકતા અને સુરક્ષા વધારવા માટે છે.


ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં પ્રારંભ


Meta Platforms Inc.એ તેની સબસ્ક્રિપ્શન સર્વિસનો પ્રારંભ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં કરવાની જાહેરાત કરી છે. ઝકરબર્ગે જણાવ્યું, ‘અમે આ અઠવાડિયે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં આ સર્વિસ શરૂ કરીશું. તે પછી જલદી જ અન્ય દેશોમાં પણ રોલ આઉટ કરીશું. તેના માટે યૂઝરને વેબ માટે દર મહિને 11.99 ડોલર એટલે લગભગ 1000 રૂપિયા અને iOS ધરાવતા લોકોને $14.99 એટલે કે 1,200થી વધારે ચૂકવવા પડશે.’ભારતમાં આ સર્વિસ ક્યારે લાગુ થશે આ અંગે હજુ કોઈ જાણકારી સામે આવી નથી.




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?