Twitterની કમાન સંભાળતા જ એલન મસ્ક આકરા નિર્ણયો લેવા લાગ્યા છે. ટ્વિટરના માલિક બન્યા બાદ તેમણે કંપનીના સીઈઓ પરાગ અગ્રવાલને દરવાજો બતાવ્યો હતો. હવે તેમણે 3700 કર્મચારીઓની હકાલપટ્ટીની યોજના બનાવી છે.
એલન મસ્કની યોજના શું છે?
દુનિયાના સૌથી સમૃધ્ધ વ્યક્તિ એલન મસ્ક કંપનીના જુના કર્મચારીઓથી ઘણા નારાજ છે. તેમણે અડધાથી વધુ કર્મચારીઓની છટણી કરશે. આ કર્મચારીઓની આ સપ્તાહે હકાલપટ્ટી કરવામાં આવશે. બ્લુમબર્ગના રિપોર્ટ પ્રમાણે તેમણે તેમણે ટ્વીટરના કર્મચારીઓ માટે સપ્તાહમાં 12 કલાક કામ કરવાનો નિયમ બનાવ્યો છે.